September 23, 2020
September 23, 2020

શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ગેરહાજરીમાં બીએમસીએ તેની ઓફિસમાં થયેલ કથિત ગેરકાયેદસર બાંધકામ તોડી પાડ્યું. ભારે સુરક્ષાની વચ્ચે કંગની મુંબઈ પહોંચી હતી. બીએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇ કંગાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ભારે કટાક્ષ કર્યા હતા. એટલું જ નહીં કંગનાએ એમ પણ કહ્યું હતું કે, આજે મારૂ ઘર તૂટ્યું છે. કાલે તારો ઘમંડ તૂટશે..

તો આ તરફ BMCની કાર્યવાહી પર ઘણા નેતાઓએ પણ વિરોધ જતાવ્યો હતો. NCP અધ્યક્ષ શરદ પવાકે પણ કંગના રનૌતની ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેને લઇને તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી આવાસ વર્ષા પર બંનેની બેઠક યોજાઇ હતી. બંને વચ્ચે લગભગ પોણો કલાક સુધી ચર્ચા થઇ છે. જો કે, બંનેની વચ્ચે શું વાત થઇ તેને લઇને અત્યાર સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે કંગનાના મુદ્દે અને મરાઠા આરક્ષણ પર ચર્ચા થઇ છે.

આ પહેલા શરદ પવારે નિવેદન જારી કરી કંગનાની ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મુંબઇમાં ગેરકાયદેસર બાંધકામ કોઇ નવી વાત નથી પરંતુ જે હાલાતમાં કાર્યવાહી કરવામાં આવી છે તેને લઇને લોકોના મનમાં શંકા થઇ છે. તેમણે બીએમસીની કાર્યવાહીને બીન જરૂરી ગણાવી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મામલે આજે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી શકે છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર