કંગનાએ કહ્યું, આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ નહીં મળ્યો તો વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે

રાની લક્ષ્‍મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ મણિકર્ણિકા બોક્સઓફિસ પર સફળ રહી, પરંતુ તેની સાથે આ ફિલ્મ વિવાદોમાં પણ રહી. હાલમાં જ ફિલ્મ અંગે કંગના રનૌતે એક નિવેદન આપ્યું છે જેને કારણે એક નવો વિવાદ શરુ થઇ ગયો છે. કંગનાએ કહ્યું કે મને અથવા મણિકર્ણિકા ફિલ્મને આ વર્ષે નેશનલ એવોર્ડ નહીં મળે તો તે એવોર્ડની વિશ્વસનીયતા પર સવાલ ઉઠશે.

કંગનાએ ત્યાં સુધી કહ્યું કે, તેને નથી લાગતું કે રાષ્ટ્રીય સન્માન માટે આ વર્ષે અત્યાર સુધી ‘મણિકર્ણિકા’થી વધુ સારી કોઇ ફિલ્મ આવી છે અથવા આવશે. કંગનાએ પોતાની વાતને સ્પષ્ટ કરતાં કહ્યું કે, ઘણીવાર અમુક વસ્તુ એટલી સરસ હોય છે કે જો તમે એનું સન્માન ન કરો તો સન્માન કરનારી સંસ્થાનું અપમાન હોય છે. જો મારી ફિલ્મ ‘મણિકર્ણિકા’ને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળે તો National Awardની ક્રેડિબિલિટી પર સવાલ ઉઠશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કંગના રાનોટ તેની આગામી ફિલ્મને લઇને ચર્ચામાં છે. કહેવાય છે કે, તે રાજકીય નેતા જયલલિતા પર બનનારી બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મ તમિલ અને હિંદી ભાષામાં રીલિઝ થશે. આ ફિલ્મ કંગનાના કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ શકે છે.

 40 ,  3