કંગનાનો દાવો – સંજય રાવતે મુંબઇ પરત ન ફરવાની આપી ધમકી

સંજય રાઉત પર લગાવ્યો ધમકીનો આરોપ, POK સાથેની કરી તુલના

સુશાંતના મોત બાદ સોશિયલ મીડિયામાં ન્યાયની ઝૂંબેશ ચલાવનાર અભિનેત્રી કંગાના રનોતે શિવસેના નેતા સંજય રાઉત પર ગંભીર આરોપ લગાવ્યો છે. સતત બોલિવુડમાં નેપોટિઝ્મ અને ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ લિંક પર બોલી રહેલી અભિનેત્રીએ મુંબઇ પરત ન આવવા સંજય રાઉતે ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.

કંગનાએ ટ્વીટ કર્યું છે, શિવસેના લીડર સંજય રાવતે મને ખુલી ધમકી આપી છે અને મને કહ્યું કે, હું મુંબઈ પરત ન જઉ, મુંબઈની ગલીઓમાં આઝાદી ગ્રેફિટી અને હવે ખુલી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલિંગ કેમ આપી રહ્યું છે?

આ પહેલા પણ સુરક્ષા મળવાના નામ પર મુંબઇ પોલીસ પર હલ્લાબોલ કર્યું હતું. કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, તેને મુંબઈ પોલીસથી વધારે ખતરો છે. એટલું જ નહીં, કંગના રનોતે મુંબઇ પોલીસના કમિશ્નર અને મુંબઇ પોલીસના કામકાજ પર પ્રશ્નો ઉભા કર્યા હતા. સાથો સાથ આરોપ મૂકયો હતો કે CP મુંબઇ પોલીસે કેટલીક એવી ટ્વીટને લાઇક કરી છે જેમાં કંગના અંગે ખોટા નિવેદન આપવામાં આવ્યા છે. તેના પર કંગનાનો મુંબઇ પોલીસની સાથે વિવાદ પણ થયો.

કરણ જોહર પર આરોપ લગાવી PM મોદીને કરી ફરિયાદ

અભિનેત્રી કંગના રનોતએ ફિલ્મ નિર્માતા કરણ જોહર પર મૂવી માફિયાના મુખ્ય દોષી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસને ટેગ કરતા કહ્યું, ‘કરણ જોહર મૂવી માફિયાનો મુખ્ય દોષી છે, ત્યાં સુધી કે ઘણા લોકોની જિંદગી બરબાદ કર્યા બાદ તે આઝાદીથી ફરી રહ્યો છે. તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શું અહીં અમારા જેવા લોકો માટે કોઈ આશા છે? બધા ઉકેલ બાદ તે અને તેની ગેંગ મારી તરફ આવી જશે.’

 74 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર