September 26, 2022
September 26, 2022

અભિનેત્રી કંગના રનૌતે ચાહકોને આપી સરપ્રાઈઝ

અભિનેત્રી કંગના રનૌત હાલ પોતાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ ના ટ્રેલરને લઈને ચર્ચામાં છે. 26મી જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મમાં તે અભિનેતા રાજકુમાર રાવ સાથે જોવા મળશે. ફિલ્મના ટ્રેલરની પણ ચારેબાજુથી પ્રશંસા થઇ રહી છે. અને આ સાથે જ અચાનક કંગનાએ તેની બીજી આવનારી ફિલ્મ ‘ધાકડ’નું પોસ્ટર રિલીઝ કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ પોસ્ટરમાં કંગના આગની જવાળાઓ વચ્ચે બંદુક પકડીને ઉભી રહેલી દેખાઈ રહી છે. આ ફિલ્મના પોસ્ટરને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું છે.

આ ફિલ્મ રજનીશ રાજી ઘાઈના ડિરેક્શનમાં બની રહી છે, જ્યારે સોહેલ મખલઈ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. કંગનાની આ એક્શન ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. 

 126 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી