હવે નવા અંદાજમાં જોવા મળશે કંગના, વાયરલ થયા Pics

બોલિવુડની અભિનેત્રી કંગનાની એક તસવીર સોશીયલ મીડિયા પર ફરી રહી છે, જેમાં તે મહિલા પોલીસની વર્દીમાં દેખાય છે. આ તસવીરમાં તે બાઇક પર બેઠેલી હોવાથી એમ પણ મનાય છે કે, કંગના આ ફિલ્મમાં બાઇકના સ્ટંટ પણ કરવાની છે. કંગના રાજકુમાર રાવ સાથે મેન્ટલ હૈ ક્યામાં કામ કરવાની છે. જેમાં તે મહિલા પોલીસની ભૂમિકામાં જોવા મળશે.

કંગનાની મહિલા પોલીસની વરદીમાં બાઇક પર છે તેવી તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે. આ જોઇને એવી પણ ચર્ચા છે કે, કંગના આ ફિલ્મમાં બાઇક સ્ટંટના દ્રશ્યો ્ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં કંગના અને રાજકુમાર રાવ સાથે અમાયરા દસ્તુર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

આપને જણાવી દઇએ, અત્યાર સુધી રૂપેરી પડદે પોલીસની ભૂમિકા અક્ષય કુમાર, અજય દેવગણ, રણવીર સિંહ, સલમાન ખાન, રાણી મુખર્જી અને પ્રિયંકા ચોપરા જેવા કલાકારોએ ભજવી છે.હવે આ યાદીમાં કંગનાનું નામ પણ સામેલ થઇ ગયું છે.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી