કંગના રનૌતની સોશિયલ મીડિયા પોસ્ટ સેન્સર કરવાની ઉઠી માંગ..

સુપ્રીમ કોર્ટમાં કંગનાની પોસ્ટ સેન્સર કરવા બાબતે અરજી

અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ભવિષ્યમાં તેની તમામ સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવાની માંગ કરવામાં આવી છે. જો કે આ પિટિશન કોણે દાખલ કરી છે તે અંગે કોઈ માહિતી નથી. હાલમાં જ કંગનાએ ભટિંડાના એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી છે. કંગનાએ પોતે આ વાત સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે.

અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મો કરતા વધારે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના લગભગ દરેક મુદ્દા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરતી હોય છે અને તેમાંથી મોટાભાગના નિવેદનો વિવાદનું કારણ બને છે. પાછલા થોડા સમયમાં તે પોતાના નિવેદનોને કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. કંગના રનૌતના અકાઉન્ટને ટ્વિટર પરથી પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. હવે કંગના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.

કંગનાએ તાજેતરમાં જ ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાબતે એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે ખેડૂતો માટે ખાલિસ્તાની જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારપછી કંગનાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. કંગનાએ ધમકીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ હવે કંગના રનૌત વિરુદ્ધ જ અરજી દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ ખેડૂતો માટે કરેલી પોસ્ટની ઘણાં લોકોએ ટીકા કરી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી