કંગનાનો વધુ એક બફાટ : રાષ્ટ્રપિતાને ગણાવ્યા સત્તાના ભૂખ્યા

‘ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી અપાય’

કંગના રનૌતના 1947માં આઝાદી ભીખમાં મળી હોવાના નિવેદનને લઈ ચો તરફ હંગામો મચ્યો છે એટલું જ નહીં તેની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. આ વચ્ચે પણ કંગનાએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે કંગનાએ રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે વાત કહી છે.

કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક સમાચારનું કટિંગ શેર કરીને મેસેજ લખ્યો. કંગનાએ લખ્યું કે, જે આઝાદી માટે લડ્યા હતા, તેમને સત્તાના ભૂખ્યા તથા ચાલાક લોકોએ પોતાના માલિકના હવાલે કરી દીધા હતા. આ એ જ લોકો હતા, જેમાં પોતાનું શોષણ કરનારા સામે લડવાનો અથવા પોતાના લોહીને ઉકાળવાનું અથવા તો સળગાવવાનું સાહસ નહોતું. આ એ લોકો છે, જેમણે આપણને શીખવ્યું કે કોઈ તમાચો મારે તો બીજો ગાલ આપી દો અને આ રીતે આઝાદી મળશે… એવું નથી કે કોઈને આ રીતે આઝાદી મળી જાય. આ રીતે માત્ર ભીખ મળે છે. આથી જ પોતાના હીરોને બુદ્ધિ વાપરીને પસંદ કરો.

અન્ય એક પોસ્ટમાં કંગનાએ લખ્યું કે, ગાંધીએ ક્યારેય ભગત સિંહ કે નેતાજીને સપોર્ટ કર્યો નથી. અનેક પુરાવા બતાવે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી થાય, તમારે પસંદ કરવાનું છે કે તમે કોને સપોર્ટ કરો છો, કારણ કે આ તમામને પોતાના મનમાં એક જ જગ્યાએ એક સાથે રાખવા તથા તેમની જયંતીઓ પર શુભેચ્છા પાઠવવી પૂરતું નથી. ખરી રીતે આ ચુપ્પી બહુ જ બેજવાબદાર છે. તમામને પોતાના ઈતિહાસ તથા નાયક અંગે ખબર હોવી જોઈએ.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી