‘કાંગારુ’ ખેલાડીઓને જીતની ખુશીનો પાર ના રહ્યો…. આ તે કેવી ઉજવણી?

Video – જૂતામાં બીયર પીતા જોવા મળ્યા

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલા T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને કાંગારુઓએ આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ સેલિબ્રેશનમાં એટલા ડૂબી ગયા હતા કે તેમને જૂતામાં નાખીને બિયર પીધી હતી. ICCએ સોમવારે એક વીડિયો શેર કર્યો જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે.

ICCએ એક વીડિયો શેર કર્યો છે જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે. વેડે તેના જૂતા બહાર કાઢ્યા અને તેમાં બીયર રેડી અને પછી પીધું. આ પછી, સ્ટોઇનિસે તે જ જૂતું પકડ્યું અને તે બીયર પીતો જોવા મળ્યો. માત્ર 20 મિનિટમાં આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો. ડેવિડ વોર્નરે 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી