કન્હૈયાએ ગિરિરાજસિંહ પર કસ્યો તંજ, કહી દીધુ કંઇક આવું…

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌની નજર બિહાર બેગુસરાય સીટ પર મંડાયેલી છે. જેનું કારણ છે કે આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કન્હૈયા કુમાર.

તમને જણાવી દઈઈ કે કન્હૈયા કુમારને સીપીઆઈમાંથી ટીકિટ મળી છે. તો બીજી તરફ કન્હૈયા કુમારની સામે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજસિંહ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે. કન્હૈયા કુમારે મંગળવારે સવારે ટ્વિટ કરીને ગિરિરાજસિંહ પર નિશાન પણ સાંધ્યું હતું.

પોતાના ટ્વિટમાં કન્હૈયા કુમારે લખ્યું છેકે, લોકોને બળજબરીથી પાકિસ્તાન મોકલનારા પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા મંત્રીને નવાદાથી બેગુસરાય મોકલવા પર તેઓ દુઃખી થઈ ગયા છે.

નોંધનીય છેકે ભાજપ હાઈકમાન્ડે ગિરિરાજસિંહની બેઠક બદલીને તેમને નવાદાની જગ્યાએ બેગુસરાયની ટીકિટ આપી છે. નવાદા બેઠક ગઠબંધન અંતર્ગત રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને ફાળવવામાં આવી છે.

 117 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી