કરો કંકુના : 16 નવેમ્બરથી ફરી ગૂંજશે લગ્નની શરણાઈઓ…

નવા વર્ષમાં લગ્નના 68 મુહૂર્તો…

વિક્રમ સંવત 2078 વર્ષનો પ્રારંભ થઈ ગયો છે. આજે લાભ પાંચમના શુભ દિવસનો વેપાર-ધંધાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી બાજુ લગ્નોત્સવની મોસમ નજીક આવી રહી છે. ત્યારે લગ્નની રાહ જોઈને બેઠેલાં યુગલો માટે આ સમાચાર ખાસ છે.

લગ્ન એક નવા જીવનની શરૂઆત હોય છે. ત્યારે લગ્નની વિધિ માટે પણ ખાસ દિવસ, ખાસ સમય અને ખાસ ચોઘડિયું જોવામાં આવે છે. 4 મહિના બાદ ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થવા જઈ રહી છે. જેને કારણે લગ્નવાંચ્છુક યુગલોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાર્તુમાસમાં વિરામમાં આવેલી લગ્નસરા આગામી 15 નવેમ્બરના રોજ તુલસી વિવાહથી (દેવઉઠી અગિયારસ) થી ફરી શરૂ થશે. લગભગ 4 મહિના બાદ જિલ્લામાં 16 નવેમ્બરથી ફરી લગ્નની શરણાઇઓ ગૂંજશે. આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કુલ 14 શુભ મુહૂર્તમાં છે. કોરોનો હળવો થતા લગ્નોત્સવમાં વધુ છૂટછાટ મળવાની આશા સાથે તૈયારી થઈ રહી છે. લગ્નોત્સવ સાથે સંકળાયેલા ધંધાર્થીઓમાં પણ સારી આશા જાગી છે.

પંચાગમાં જણાવ્યા પ્રમાણે વિક્રમ સવંતના 2078ના નવા વર્ષમાં નીચે મુજબ 68 મુહૂર્તો શાસ્ત્રોકત દ્રષ્ટિએ ઉતમ છે.

નવેમ્બર 2021 – 16,20,21,26,28,29,30
ડિસેમ્બર-2021 – 1,7,8,9,13,14,18,19,24,26,27,28,29
જાન્યુઆરી-2022- 5,6,7,10,1617
માર્ચ-2022- 25,26
એપ્રિલ-2022- 14,15,16,17
મે-2022- 2,4,10,11,12,13,14,16,18,20,21,27
જૂન-2022- 1,6,8,11,12
જુલાઈ-2022- 5,7,8

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી