કન્નડના અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ અટેકેથી નિધન

સાઉથના સુપરસ્ટારે દુનિયામાંથી લીધી વિદાય

કન્નડના સુપરસ્ટાર અભિનેતા પુનીત રાજકુમારનું આજે 46 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. હાર્ટ અટેક આવતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરને હાર્ટ અટેક જિમમાં વર્ક આઉટ દરમિયાન આવ્યો હતો. અભિનેતાની અણધારી વિદાયથી ચાહકો સહિત પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

પુનીત રાજકુમારની હાલત પર ડોક્ટર રંગાનાથ નાયકે એએનઆઇને જણાવ્યું કે તે લગભગ સવારે સાડા 11 વાગ્યે એક્ટરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પુનીત રાજકુમારની તબિયતને લઇને સમાચાર વહેતા થતા ફેન્સ ચિંતિત બન્યા હતા. હોસ્પિટલ બહાર લોકો એકઠા થઇ ગયા હતા અને પુનીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જોકે, તેનું નિધન થતાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેને શ્રેષ્ઠ બાળ કલાકારનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. તેમની ફિલ્મનું નામ ‘બેટ્ટાડા હુવુ’ હતું, જે 1985માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં, તેણે ચાલીસુવા મોડાગાલુ અને યેરાડુ નક્ષત્રગાલુમાં તેના અભિનય માટે કર્ણાટક રાજ્ય પુરસ્કારમાં શ્રેષ્ઠ બાળ કલાકારનો એવોર્ડ જીત્યો.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી