Video : ‘બચ્ચે કો લગ જાયેગી..’ પિતા પર બેરહેમીથી વરસાવી લાકડીઓ, માસૂમ ખોળામાં રડતું રહ્યું, છતાં ન આવી દયા

કાનપુર પોલીસની બર્બરતા પર કાર્યવાહી

ઉત્તર પ્રદેશના કાનપુરના એક ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસની બર્બરતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી એક વ્યક્તિ પર લાકડીઓ વરસાવી રહ્યો છે એટલું જ નહીં જેની સાથે આ બર્બરતા આચરવામાં આવી છે, તેના ખોળામાં એક બાળક પણ રડી રહ્યો છે.

એક મિનિટથી પણ ઓછા સમયના આ વીડિયોમાં જોઈ શકાય છે કે જે વ્યક્તિની બેરહેમીથી પિટાઇ કરવામાં આવી રહી હતી, તે વ્યક્તિ પોલીસને વારંવાર અપીલ કરી રહી હતી કે બચ્ચે કો લગ જાયેંગી..બચ્ચે કો લગ જાયેંગી.. છતાં બેરહેમી પોલીસકર્મી સહેજ પણ દયા ન આવી. અને લાકડી વડે ફટકારતો રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયો પર યુપી પોલીસની આકરી ટીકા થઈ રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે લાકડીઓ ચલાવનાર એસએચઓને હાજર કરવામાં આવ્યા છે. જો કે, પોલીસે તેમના ખુલાસામાં કહ્યું છે કે જે વ્યક્તિની સાથે મારા મારી કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં અરાજકતા ફેલાઇ રહ્યો હતો.

જિલ્લા હોસ્પિટલના કર્મચારીઓના વિરોધ માટે પોલીસે આ લાઠીચાર્જ કર્યો હતો. કર્મચારીઓ હોસ્પિટલની બાજુમાં ચાલી રહેલા ખોદકામનો વિરોધ કરી રહ્યા હતા કારણ કે તેની માટી ઉડીને આખી હોસ્પિટલ ભરાઈ રહી હતી. પરંતુ આ દરમિયાન બાળકીને સાથે આવેલા પિતા પર પોલીસે કરેલી કાર્યવાહી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી