આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ માટે કાંટે કી ટક્કર

ન્યૂઝીલેન્ડ 2019 વર્લ્ડ કપ ફાઈનલનો બદલો લેવા મેદાનમાં ઉતરશે

T-20 વર્લ્ડ કપ 2021ની પ્રથમ સેમિફાઇનલ મેચ આજે બુધવારે દુબઈમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ત્યારે બંને ટીમના ખેલાડીઓને 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલની યાદો તાજી થશે ઇંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારીને ટાઇટલ જીત્યું હતું. ન્યુઝીલેન્ડની ટીમ ચોક્કસપણે આ હારનો બદલો લેવા માંગશે. ખિતાબના દાવેદાર પરંતુ ઇજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહેલી ઇંગ્લેન્ડ પ્રથમ સેમિફાઇનલમાં તેના કેટલાક વિસ્ફોટક ખેલાડીઓની મદદથી ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં તેમના ગૌરવને જાળવી રાખ્યું છે પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી સુપર-12 મેચમાં તેમની હારથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઈયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ અજેય નથી.

ઓપનર જેસન રોય ઈજાના કારણે બહાર થઈ જતાં ઈંગ્લેન્ડને મોટો આંચકો લાગ્યો છે. રોય અને જોસ બટલર ટુર્નામેન્ટની વિસ્ફોટક ઓપનિંગ જોડી રહી છે. રોય વર્લ્ડ કપમાંથી બહાર છે અને આવી સ્થિતિમાં જોની બેરસ્ટો બટલરની સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. ઈંગ્લેન્ડ માટે બટલર, બેરસ્ટો અને મોઈન અલી જેવા ખેલાડીઓ ખાસ રહ્યા છે, જેઓ પોતાની રીતે રમતને પલટાવવાની ક્ષમતા ધરાવે છે. રોયની જગ્યાએ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે સેમ બિલિંગ્સને પ્લેઈંગ ઈલેવનમાં રાખવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ માટે સકારાત્મક બાજુ એ છે કે તેના મોટાભાગના બેટ્સમેનોએ ક્રિઝ પર સમય વિતાવ્યો છે અને સેમીફાઈનલ માટે તૈયાર છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી