September 25, 2020
September 25, 2020

કપિલ સિબ્બલે ફરી કર્યું ટ્વીટ – ‘મારા માટે પદ નહીં દેશ અહમ..’

 સંજય ઝાએ ચુટકી લેતા પાર્ટીમાં ચાલી રહેલા ઝઘડાને અંતની શરૂઆત ગણાવી

કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ પદની ધમાસાણ વચ્ચે ગઇકાલે સોનિયા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે યથાવત રખાયા છે. ત્યારે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે હજુ પણ ઘમાસાણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ફરી એકવાર ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, પદ કરતા દેશ મારા માટે અહમ છે, મારા માટે દેશની વાત સૌથી વધુ જરૂરી છે. કોઈપણ પદ દેશ કરતા મહત્વનું નથી.’ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીના અધ્યક્ષ પદ અંગે ગઈકાલે જ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસના નવા માળખાને લઈને મતભેદ હોવાની વાતોએ જોર પકડ્યું છે.

સિબ્બલના ટ્વીટ પર આજે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સિબ્બલના ટ્વિટ પર બળવો કરે તેવી ગંધ આવે છે. રાહુલ ગાંધીની નારાજગીના સમાચાર બાદ તેમણે ગઈકાલે પણ ટ્વીટ કરી હતી. જો કે બાદમાં તેમણે આ ટ્વીટ હટાવતા કહ્યું કે રાહુલે તેમને કહ્યું કે તેમણે એવું કંઈ જ કહ્યું નથી.

બીજી તરફ કોંગ્રેસમાંથી બરતરફ કરાયેલા નેતા સંજય ઝાએ પણ કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ કે આ અંતની શરુઆત છે. ઝાની આ ટ્વીટને કોંગ્રેસની હાલની સ્થિતિને જોડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીએ સંજયને બરતરફ કર્યા હતા. સંજયએ થોડાક દિવસ પહેલા કહ્યુ હતું કે 100થી વધારે નેતાઓએ સોનિયાને ચિઠ્ઠી લખી છે. જોકે ત્યારે કોંગ્રેસે આ વાતને ફગાવી દીધી હતી.

જણાવી દઇએ, સોમવારે દિવસભર ચાલેલી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એ નક્કી કરાયુ કે હાલમાં સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે યથાવત રહે. અને કોંગ્રેસના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટેની પ્રક્રિયા અને ચચર્ચા યથાવત રાખવામાં આવે. કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી સિવાય કોંગ્રેસના કેટલાક નેતાઓએ પક્ષમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા અંગે લખેલા પત્ર અને પત્ર લખનારની ટીકા કરવામાં આવી હતી.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર