September 23, 2021
September 23, 2021

કરીના કપૂર ખાન નહીં કંગના રનૌત બનશે ‘સીતા’

આ રોલ માટે કરીનાએ 12 કરોડ ફીની માંગણી કરી હતી

ચાર વખત નેશનલ અવોર્ડ જીતી ચૂકેલી બોલિવૂડની ‘ક્વીન’કંગના રનૌતના હાથે એક મોટી ફિલ્મ લાગી છે. લાંબા સમયથી ચર્ચા હતી કે કરીના કપૂર ખાને સીતાના રોલ માટે 12 કરોડ ફીની માંગણી કરી હતી, પરંતુ હવે અહેવાલ છે કે કંગના રનૌતને આ રોલ મળ્યો છે. ‘સીતા-એક અવતાર’ નામની આ ફિલ્મ અલૌકિક દેસાઈ નિર્દેશિત કરવાના છે. તેમણે સોશિયલ મીડિયા પર કંગના સાથેની તસવીર શહેર કરીને આ વાતની જાહેરાત કરી છે.

ફિલ્મના નિર્દેશક અલૌકિકે લખ્યું – સીતા આરંભ, બ્રહ્માંડ એ લોકોની મદદ કરે છે, જે વિશ્વાસ સાથે સમર્પણ કરે છે. મૃગતૃષ્ણા શું હતી, હવે તે સ્પષ્ટ છે. એક પવિત્ર પાત્રનું સ્વપ્ન જે ક્યારેય શોધાયું ન હતું, જે હવે એક વાસ્તવિકતા છે. હું કંગનાને સીતા એક અવતારમાં કાસ્ટ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. આ પવિત્ર યાત્રા આપણી પૌરાણિક કથાને જોવાની રીત બદલી નાખશે.

કંગનાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ જણાવ્યું છે કે એ અલૌકિક દેસાઈના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘સીતા’માં મુખ્ય ભૂમિકા ભજવવાની છે.

કંગનાએ પોતાની પોસ્ટમાં એમ પણ જણાવ્યું કે તે આ પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કંગનાએ પોસ્ટમાં લખ્યું, ‘ધ અવતાર – સીતા, હું આ પ્રતિભાશાળી કલાકારની ટીમ સાથે આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવવાથી ખૂબ જ ખુશ છું. સીતા રામના આશીર્વાદ સાથે. જય સિયા રામ’

આજકાલ પોતાની ફિલ્મ ‘થલાઇવી’માટે ઘણી ચર્ચોમાં છે. ત્યારે હવે કંગના રનૌતના હાથે બીજી મોટી ફિલ્મ લાગી છે. થલાઇવીની સંપૂર્ણ કહાની જયલલિતાની જિંદગી ઉપર છે. કંગના જયલલિતાની ભૂમિકા બાદ હવે ટૂંક સમયમાં ‘માતા સીતા’ની ભૂમિકા ભજવતી જોવા મળશે.

 111 ,  1