ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં કરીનાએ કર્યો એક મોટો ખુલાસો…

કરીના કપૂર આજકાલ બહુ બિઝી છે. તે પોતાની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ના શૂટિંગમાં બહુ બિઝી છે. એટલું જ નહીં, ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ ૭’માં જજ તરીકે નજરે પડે છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં કરીનાએ એક મોટો ખુલાસો કર્યો છે.

શો દરમ્યાન કરીનાએ રૂપેરી પડદે પહેલી વાર કોઇનાં ઉપર ફિદા થઈ ગઈ હતી. કરણ વાહીએ કરીનાને તેના પહેલા ક્રશ વિશે પૂછયું. એ સવાલના જવાબમાં કરીનાએ જે નામ આપ્યું એ સાંભળી બધા ચોંકી ગયા હતા. કરીનાએ કહ્યું કે ૯૦ના દાયકામાં આવેલી ફિલ્મ ‘આશિકી’માં લીડ રોલ કરનાર એક્ટર રાહુલ રોય પર તે ફિદા થઈ ગઈ હતી. એટલું જ નહીં, કરીના રાહુલથી એટલી પાગલ હતી કે તેણે આઠ વાર ‘આશિકી’ ફિલ્મ જોઈ હતી.

આ ફિલ્મમાં રાહુલ રોય સાથે લીડ ફીમેલ રોલમાં અનુ અગ્રવાલ હતી. રાહુલ રોયે પોતાની ડેબ્યુ ફિલ્મ ‘આશિકી’થી કરી હતી અને એ ફિલ્મ દ્વારા તેણે કરોડો લોકોના દિલ જીતી લીધાં હતાં. કરીના હાલમાં ‘અંગ્રેજી મીડિયમ’ અને ‘ગુડ ન્યૂઝ’ના શૂટિંગમાં બિઝી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી