દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે કારગીલ દિવસની ઉજવણી કરાઈ

BSF ઉજવી રહ્યું છે કારગિલ વિજય ઉત્સવ. કારગીલ વીજય દિવસની ઉજવણી ના ભાગ રૂપે દાંતીવાડા BSF કેમ્પ ખાતે ઉજવણી કરાઈ હતી અને કારગિમાં વીરગતિ પામનાર જવાનોને પણ સાથે સાથે શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

જે પ્રકારે કારગિલમાં BSF એ વિજય મેળવ્યો હતો તેની ઉજવણીના ભાગરૂપે આજે દાંતીવાડા BSF કેમ્પ ખાતે જવાનોએ રક્તદાન કર્યું હતું સાથે સાથે શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતુ.

BSFના ડીઆઇજી સહિતના અધિકારીઓએ આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રક્ત દાન કર્યું હતું સાથે સાથે જે શહીદ થયા હતા તેમને યાદ કરાયા હતા. જ્યારે BSFના અનેક વિધ શસ્ત્રો પણ પ્રદર્શન માટે સામે મુકાયા હતા ત્યારે દાંતીવાડા BSF કેમ્પ ખાતે દેશભક્તિ નો માહોલ જામ્યો હતો.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી