કર્ણાટક: યેદીયુરપ્પા સરકારમાં 17 મંત્રીઓ શામિલ થયા

કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.આજે બેગ્લુરુ ખાતે રાજભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજયપાલ વજુભાઇ વાળાએ 17 મંત્રીઓને હોદો અને ગુપ્તતાનાં સોગંદ લેવડાવ્યા હતાં.

મંત્રી મંડળ માટે મુખ્યમંત્રીએ કુલ 17 ધારાસભ્યોના નામ રાજ્યપાલને મોકલ્યા છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજે ​​રાજભવન ખાતે આ તમામ ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. જણાવી દઈએ કે જેડીએસ અને કોંગ્રેસની સરકારના પતન પછી, 26 જુલાઇએ ભાજપાએ રાજ્યમાં સરકાર બનાવી અને યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. જો કે, હજુ પણ કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને ભાજપ મંત્રીપદ આપે છે કે કેમ તે સવાલ હજી બાકી છે.

જે 17 ધારાસભ્યોએ મંત્રીપદની શપથ લીધી છે તેમના નામ જગદીશ શેટ્ટર, કેએસ ઇશ્ર્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પૂજારી, એચ નાગેશ, લક્ષ્‍મણ સવદી, ગોવિંદ એમ કર્કાજોલ, અશ્વથ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમાન્ના, સીટી રવિ, બસવરાજ બોમ્માઇ, જેસી મધુ સ્વામી, સીસી પાટિલ, પ્રભુ ચૌહાણ, શશીકલા જોલે અન્નાસાહેબ છે. આ લોકોમાં, શશીકલા એકમાત્ર મહિલા ધારાસભ્ય છે જેમણે પદના શપથ લીધા છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી