કર્ણાટક: યેદિયુરપ્પા સરકારનું બહુમત પરીક્ષણ, કોંગ્રેસ-JDSના 14 બળવાખોર MLA અયોગ્ય જાહેર

કર્ણાટકમાં વિધાનસભા સ્પીકર કેઆર રમેશ કુમારે રવિવારે કોંગ્રેસ જેડીએસના 11 વધુ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. છેલ્લાં ચાર દિવસમાં સ્પીકર અત્યાર સુધી 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી ચૂક્યા છે.

નિર્ણય બાદ સીપીકર રમેશકુમારે કહ્યું કે મેં કોઈ ચાલાકી કે ડ્રામા કર્યો નથી પરંતુ સૌમ્ય રીતે નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડ્યા બાદ ભાજપની સરકાર બની છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે સદનમાં બહુમત સાબિત કરવાનો છે.

રમેશ કુમારે કહ્યું, યેદિયુરપ્પાએ મને કહ્યું છે કે સોમવારે તમારી દેખરેખમાં વિશ્વાસ મત કરાવો. ફાઈનાન્સ બિલ પણ 31 જુલાઈએ પાસ થશે. તેથી હું દરેક ધારાસભ્યોને વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન હાજર રહેવાની અપીલ કરુ છું. આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ક્યાં પહોંચી ગયા છીએ, હાલની સ્થિતિમાં મારા પણ ઘણું પ્રેશર છે. આ બધી વાતએ મને તણાવના દરિયામાં ધકેલી દીધો છે.

સ્પીકર રમેશકુમારે કોંગ્રેસના બેરાઠી બસવરાજ, એસટી સોમશેખર, રોશન બેગ, આનંદ સિંહ, એમટીબી નાગરાજ, બીસી પાટીલ, પ્રતાપ ગૌડા પાટીલ, ડો.સુધાકર, શિવરામ હેબ્બાર, શ્રીમંત પાટીલને ગેરલાયક ઠેરવ્યાં છે. આ ઉપરાંત જેડીએસના 3 બળવાખોર ધારાસભ્યો કે.ગોપાલૈયા, નારાયણ ગૌડા, એ.એચ.વિશ્વનાથને પણ ગેરલાયક ઠેરવ્યાં છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી