‘કર-નાટક’: સ્પિકર વિરુદ્ધ સુપ્રીમ કૉર્ટ પહોંચ્યા 14 ધારાસભ્યો

કર્ણાટકનાં 14 અયોગ્ય જાહેર કરાયેલા બળવાખોર ધારાસભ્યો હવે સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. આ 14 બળવાખોર ધારાસભ્યોને કર્ણાટક વિધાનસભાનાં તત્કાલીન સ્પીકર કેઆર રમેશે અયોગ્ય જાહેર કરી દીધા હતા. કોંગ્રેસ 11, જેડીએસનાં 3 ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો પોકાર્યો હતો અને ધારાસભ્યપદ પર રાજીનામું ધરી દીધું હતું.

વિદ્રોહી ધારાસભ્યોએ કહ્યું હતુ કે તેઓ અયોગ્ય ઠેરવાયાનાં નિર્ણયને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારશે, કેમકે કૉંગ્રેસ અને જનતાદળ-સેક્યુલર દ્વારા 23 જુલાઈનાં સત્રમાં ભાગ લેવા માટે તેમને એક વ્હિપ જાહેર કરતા પહેલા જ તેમની સંયુક્ત અરજીઓ પર 11 જુલાઈનાં કૉર્ટે તેમનાં રાજીનામાં સ્વીકાર કરવાનો આદેશ આપ્યો હતો.

આ તમામ ધારાસભ્યો આ સરકારનાં કાર્યકાળ એટલે કે 2023 સુધી રાજ્યમાં ચૂંટણી નહી લડી શકે તેવા નિર્ણયને કારણે હતપ્રભ છે. જો કે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જે આખરે સાચી ઠરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી. જો કે હવે સ્પિકરે અયોગ્ય ઠેરવતા આ ધારાસભ્યો માટે ન ઘરના ન ઘાટના જેવી સ્થિતી પેદા થઇ છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી