કર’નાટક’: રાજ્યપાલનું પણ ન ચાલ્યું, કુમારસ્વામી હવે સોમવારે વિશ્વાસ મત સાબિત કરશે

કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે પણ વિશ્વાસમત સાબિત ન કર્યો. અગાઉ રાજયપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રીને બહુમતી સાબિત કરવા માટે બપોરે 1.30 વાગે અને પછી સાંજે 6 વાગ્યા સુધીની ડેડલાઈન આપી હતી. કુમારસ્વામીએ રાજયપાલની વિરુદ્ધ ફલોર ટેસ્ટ માટે ડેડલાઈન આપવા બાબતે સુપ્રીમ કોર્ટ અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક કોંગ્રેસ તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટનો તે આદેશ કે જેમાં કહેવાયું છે કે 15 બળવાખોર ધારાસભ્યોને સદનમાં હાજર રહેવા માટે બાધ્ય કરી શકાય નહીં, તે પાર્ટીના વ્હિપ જારી કરવાના બંધારણીય અધિકારી વિરુદ્ધ છે. કોર્ટના આ આદેશથી બંધારણની 10મી અનુસૂચિમાં અપાયેલા પક્ષ પલટાના કાયદાનો ભંગ થાય છે.

રાજ્યપાલના બીજા પત્ર વિશે કુમારસ્વામીએ કહ્યું છે કે, મારા મનમાં રાજ્યપાલ માટે સન્માન છે. પરંતુ તેમના બીજા પ્રેમ પત્રએ મને આઘાત લગાવ્યો છે. બીએસ યેદિયુરપ્પાના અંગત સચિવ પીએ સંતોષ સાથે અપક્ષના ધારાસભ્ય એચ નાગેશનો ફોટો દર્શાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શું તેમને ખરેખર ધારાસભ્યોના ખરીદ-વેચાણ વિશે 10 દિવસ પહેલાં જ ખબર પડી ગઈ હતી? હું ફ્લોર ટેસ્ટનો નિર્ણય સ્પીકર પર છોડું છું. હું સ્પીકરને અપીલ કરું છું કે, રાજ્યપાલ તરફથી મોકલવામાં આવેલા પત્રથી મારી રક્ષા કરે.

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે મેં મુખ્યમંત્રી તરીકે તમામ જિલ્લાઓને ફંડ આપ્યાં. પરંતુ તમે ભાજપવાળા કહો છો કે હું ફક્ત 2-3 જિલ્લાઓનો જ સીએમ છું. આથી હું કહું છું કે આ મામલે આટલી ઉતાવળ થવી જોઈએ નહીં. આપણે તેના પર ચર્ચા કરવી પડશે. તમે લોકો લોકતંત્ર ખતમ કરી રહ્યા છો.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી