કર-નાટક: ફ્લોર ટેસ્ટ આજે નહીં, BJP ધારાસભ્યો આખી રાત ગૃહમાં ધરણા કરશે

કર્ણાટક વિધાનસભામાં ગુરૂવારે કુમારસ્વામી સરકારના વિશ્વાસ મત પર ચર્ચા થઈ હતી. જે બાદ સાંજે સાડા છ વાગ્યે કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જે અંગે ભાજપ ભડક્યું હતું. તેણે માંગ કરી કે ફ્લોર ટેસ્ટ આજે જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે, તેઓ ગુરૂવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવા અંગે વિચાર કરે. જો કે સ્પીકરે સદન એખ દિવસ માટે સ્થગીત કરી દીધું. હવે ભાજપનાં ધારાસભ્યો આખી રાત વિધાનસભામાં ધરણા કરવાનો દાવો કરી રહ્યા છે.

ભાજપે આરોપ લગાવ્યો કે સ્પીકર રમેશ કુમાર વિશ્વાસ મત ટાળવા માગે છે. તેઓએ આ અંગે રાજ્યપાલ વજુભાઈ વાળાને રજૂઆત પણ કરી છે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે વિશ્વાસમત આજે જ કરાવવાના અંગે વિચાર કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે નંબર ગેમના કારણે કોંગ્રેસ અને જેડીએસની સરકાર ઇચ્છે છેકે ગુરૂવારે સદનમાં ફ્લોર ટેસ્ટ ન થાય. જ્યારે ભાજપે સ્પષ્ટતા કરી છે કે સદનમાં વિશ્વાસમતની પ્રક્રિયા આજે જ ચાલુ કરવામાં આવે. તેના માટે ભાજપ ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી. ત્યાર બાદ રાજ્યાપાલે સ્પીકરને કહ્યું કે, આજે જ તેઓ વિશ્વાસમત પર વિચારણા કરે.

આ પહેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભાના સ્પિકર રમેશ કુમારને પત્ર લખીને કહ્યું હતું કે આજ (ગુરુવાર) દિવસ ખતમ થાય તે પહેલા સરકારે વિશ્વાસમતની પ્રક્રિયા પુરી કરી લેવી જોઈએ. રાજ્યપાલે પત્રમાં લખ્યું હતું કે વિશ્વાસ પ્રસ્તાવ હાલ સદનમાં વિચારધીન છે.

મુખ્યમંત્રી પાસે અપેક્ષા છે કે તે સદનનો વિશ્વાસ હંમેશા બનાવી રાખે. આજે દિવસ પૂરો થવા સુધી વિશ્વાસ પ્રસ્તાવ ઉપર વોટિંગ કરવા પર વિચાર કરે. જોકે કોંગ્રેસે ગર્વનરના હસ્તક્ષેપ પર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય એચકે પાટિલે કહ્યું હતું કે ગર્વનરે સંવિધાન પ્રમાણે સદનની કાર્યવાહીમાં દખલ દેવી જોઈએ નહીં.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી