September 26, 2022
September 26, 2022

કર્ણાટક: આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય, 3 ધારાસભ્યોએ સરકાર માટે મુશ્કેલીઓ વધારી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ તેની પુષ્ટિ કરી છે. કોંગ્રેસના કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું કે, સરકાર બચાવવા અને ભાજપને રોકવા માટે અમારા ધારાસભ્યોએ મંત્રી પદ છોડ્યા છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, આ મામલાનું સમાધાન થઈ ગયું છે.આ સરકારને કોઈ જોખમ નથી.

અપક્ષ ધારાસભ્ય એચ નાગેશે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તો બીજી બાજુ કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશે દાવો કર્યો છે કે કોંગ્રેસના તમામ મંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ભાજપ નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષી પાર્ટી કોઈ રાજ્ય અથવા કેન્દ્રની સત્તામાં હોય. તે લોકતંત્રને ખતમ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસ અને જેડીએસના 12 ધારાસભ્યો પોતાની વિધાનસભા સભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.

રાજ્યમાં સરકાર બનાવવા અને બચાવવા માટે ભાજપ અને જેડીએસમાં બેઠકોનો સિલસિલો ચાલુ છે. સોમવારે ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પોતાના આવાસ પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને નાસ્તા પર બોલાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, મંત્રી ડીકે શિવકુમાર, યૂટી ખાદર, શિવશંકરા રેડ્ડી, વેંકટરમનપ્પા, જયમાલા, એમબી પાટિલ, કેબી ગૌડા, રાજશેખર પાટિલ હાજર રહ્યા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી