ગોવા જવા નિકળેલા કર્ણાટકના ધારાસભ્યો પાછા મુંબઈ આવી ગયા

જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર સામે બળવો પોકારનારા તમામ ધારાસભ્યો સોમવારે મુંબઈથી ગોવા જવા માટે નિકળ્યા હતા, પરંતુ તેમનો રસ્તો અચાનક બદલાઈ ગયો અને હવે તેઓ હરીફરીને પાછા એ જ શહેરમાં આવી ગયા જ્યાંથી તેઓ નિકળ્યા હતા.

હવે બળવાખોર ધારાસભ્યોનું નવું ઠેકાણું મુંબઈના પવઈમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલ છે, તેઓ સતારાથી અહીં પહોંચ્યા છે, જ્યાં તેમને જવાનું ન હતું. બળવાખોર ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે નિકળ્યા હતા, પરંતુ પુણેના રસ્તે સતારા થઈને તેઓ પાછા મુંબઈ આવી ગયા છે.

તેમના ઠેકાણામાં ફેરફારનો આ નિર્ણય રાજકીય ન હતો, પરંતુ બળવાખોર ધારાસભ્યોને નિયંત્રણમાં રાખનારા હેન્ડલરનો હતો. કારણ કે, આ બળવાખોર ધારાસભ્યો સાથે સંપર્ક કરવાને યેનકેન પ્રકારેણ પ્રયાસ થઈ રહ્યો છે. કર્ણાટકમાં રાજીનામું આપ્યા પછી આ બળવાખોરોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈની એક હોટલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ તેમનું આ સરનામું જાહેર થઈ ગયું હતું. આથી કોઈ એક ધારાસભ્ય પણ ફુટી ન જાય એ વાતને ધ્યાનમાં રાખીને સોમવારે આ તમામને ગોવા લઈ જવાનો પ્લાન તૈયાર કરાયો હતો.

બળવાખોર ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈથી ગોવા લઈ જવાના હતા, પરંતુ વરસાદે આ પ્લાન બગાડી નાખ્યો. આથી ધારાસભ્યોનો રૂટ બદલવાનો નિર્ણય લેવાયો. બળવાખોર ધારાસભ્યોને વિમાનને બદલે મોડી રાત્રે સડકના માર્ગે પુણેના તરફ રવાના કરવામાં આવ્યા. પુણે પહોંચે એ પહેલાં જ તેમને દક્ષિણની તરફ સતારા શહેરની દિશામાં લઈ જવાયા. મંગળવારે આ તમામ ધારાસભ્યોને સતારામાં આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી