વિવાદિત ભાષણ બદલ કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ…

એસ.પી નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ…

રાજકારણમાં અવારનવાર કોઈ રાજનેતા અથવા કોઈ વ્યક્તિ દ્વારા ભડકાઉ ભાષણો અથવા સંબોધન કરીને કોઈ ને કોઈ વિવાદ ઊભો કરવામાં આવતો જોવા મળે છે .એકવાર ફરી આવા જ એક રાજનેતાએ આવો જ એક વિવાદ ઉભો કર્યો છે .

અમરેલી એસપી વિરુદ્ધ જાહેરમાં વિવાદિત ભાષણ કરવાના આરોપીમાં કરણી સેનાના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી છે. કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ છે. રાજ શેખાવાતને ચોટીલા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. રાજ શેખાવતે અમરેલી એસપી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ,સુરેન્દ્રનગર ચોટીલા ખાતે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસપી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો.સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શેખાવતના કહેવા મુજબ ,’અમે જોઈ લઈશું અમરેલીના એસપીમાં કેટલી તાકાત છે. ફૌજી માણસ છું, જે બોલું છું તે કરું છું. સંવિધાનનો સહારો લઈને મારા સમાજને દબાવે છે.એકવાર યુનિફોર્મ લઈને આવી જા, સામસામે લડી લઈએ. શેખાવત એકલો ભારે પડશે. આ એ સમાજ છે, જેણે ઈતિહાસ રચ્યો છે, જેણે બલિદાન આપ્યા છે. તુ યુનિફોર્મમાં છે એટલે બચી ગયો છે, બાકી તો ગુમ થઈ ગયો હોત.’

તમે ભલે રાજનેતા હોવ કે કોઈ સમાજના આગેવાન પણ પોતાની વાત રજુ કરતી વખતે તમારે સંયમ રાખવો જોઈએ .

 124 ,  1