કરણી સેનાના રાજ શેખાવતને પાંચ દિવસના રિમાન્ડ

SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ

ગુજરાત કરણી સેનાના રાજ શેખાવતની અટકાયત બાદ ચોટીલા કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર છે. 4 મહિના અગાઉ સુરજદેવળ મંદિર ખાતે સંમેલનમાં અમરેલીના SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ અપમાનજનક નિવેદન કર્યું હતું. કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ છે. રાજ શેખાવાતની ચોટીલા પોલીસે અમદાવાદથી ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગર ચોટીલા ખાતે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું. જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું. જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે. અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

 114 ,  1