કરો કંકુના : રાજવી ઠાઠથી પરણશે કેટરીના કૈફ અને વિકી કૌશલ!

રાજસ્થાનના ભવ્ય મહેલમાં લગ્નના બંધનમાં બંધાશે વિકી અને કેટરીના

બોલિવૂડની ગલીઓમાં શરણાઈના સૂર ઝડપથી સંભળાવવા લાગશે. કેટરીના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ઘણા સમયથી ‘ઈલુ ઈલુ’ ચાલી રહ્યા હોવાના સમાચાર છે અને બંને અવારનવાર એકબીજાના ઘરની મુલાકાત લઈ રહ્યા હોય તેવા પણ ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે. હવે તેમના લગ્નની તૈયારી થઇ રહી હોવાની અટકળ શરૂ થઇ ગઇ છે. જોકે લગ્નને લઇને કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

જોકે, મીડિયા રીપોર્ટના અહેવાલ પ્રમાણે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં થવાના છે. તેઓ સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં સાત ફેરા લેવાના છે, જે રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કથી 30 મિનિટ દૂરના અંતરે આવેલો છે. સિક્સ સેન્સ ફોર્ટ બરવાડાએ 14મી સદીનો કિસ્સો છે, જેને સિક્સ સેન્સ સેન્ચુરી એન્ડ વેલનેસ સ્પામાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

મૂળ રાજસ્થાનના રાજવી પરિવારની માલિકીના દિવાલવાળા આ કિલ્લાની અંદર એક મહેલ અને બે મંદિરોનો પણ સમાવેશ થાય છે. આ કિલ્લાની અંદર આવેલા મહેલની સુંદરતા અને ભવ્યતા આંખો અંજાઈ જાય તેવી છે.

બીજી બીજુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે તેઓ લગ્ન કરવાના છે તેવી વાત ફરી જોરશોરથી થઇ રહી છે. કહેવાય છે કે, આ પ્રેમીપંખીડા ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી પૂરી શક્યતા છે.

એક અંગ્રેજી ન્યુઝપેપરની વેબસાઇટના અનુસાર, રણબીર કપૂર આલિયા ભટ્ટ આ વરસના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરે તેવી પૂરી શક્યતા છે. વાસ્તવમાં રણબીર કપૂર જલદીજ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલનું શૂટિંગ શરૂ કરવાનો હતો. પરંતુ હવે તેણે આ ફિલ્મના શૂટિંગ માટેની તારીખો આવતા વરસની આપી છે. તેમજ આલિયા ભટ્ટ પણે પણ પોતાના દરેક પ્રોજેક્ટસના શૂટિંગ નવેમ્બર સુધીમાં પુરા કરી લેવાની છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી