મોદી સરકારનો મોટો નિર્ણય, કાલથી ભારત-પાકિસ્તાન વચ્ચે ખુલશે કરતારપુર કૉરિડોર

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આપી માહિતી

શ્રી ગુરૂનાનક દેવજીના પ્રકાશ પર્વ પહેલા કેન્દ્ર સરકાર કરતારપુર કૉરિડોર ખોલી નાખશે. આવતીકાલથી ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર કૉરિડોર ખોલવામાં આવશે. ગુરૂ પર્વ 19 નવેમ્બરે છે, આ પહેલા મોદી સરકારે સિખ તીર્થયાત્રીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કૉરિડોર 16 માર્ચ, 2020એ કોરોના મહામારીના કારણે બંધ કરી દેવાયો હતો.

આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય લીધો છે જેનાથી શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. સરકારે આવતીકાલે 17 નવેમ્બરથી કરતારપુર સાહિત કૉરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. દેશ 19મી નવેમ્બરે શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વની ઉજવણી કરવા માટે તૈયાર છે ત્યારે પ્રધાનમંત્રીનો આ નિર્ણય સમગ્ર દેશમાં આનંદ અને ખુશીને વધુ વેગ આપશે.

મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, સિખ સંગતની ભાવનાઓનું સન્માન કરતા 19 નવેમ્બર પહેલા કરતારપુર કૉરિડોર ખોલી દેવામાં આવે. આ પહેલા પંજાબના ભાજપ નેતાઓએ રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નેતાઓએ તેમને અપીલ કરી હતી કે ગુરૂપર્વ પહેલા કરતારપુર કૉરિડોર ફરીથી ખોલવામાં આવે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી