કાસગંજ હત્યાકાંડ : પોલીસકર્મીઓને બનાવ્યા બંધક, એન્કાઉન્ટરમાં એક બદમાશ ઠાર

રેડ કરવા પહોંચેલી પોલીસ પર હુલમો, CM યોગીએ આપ્યા કડક આદેશ

ઉત્તર પ્રદેશના કાસગંજમાં દારુના માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલી પોલીસની ટીમ પર જીવલેણ હુમલા મળેલા અહેવાલ બાદ પોલીસે આ હત્યાકાંડના એક આરોપીને અથડામણમાં ઠાર માર્યો છે. જ્યારે જો કે હાલ આ ઘટનાનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર છે. સૂત્રોને મળતી માહિતી મુજબ સિઢપુરા પોલીસ ચોકી વિસ્તારના નગલા ધીમકના નજીક કાળી નદી કિનારે આ અથડામણ થઇ. અથડામણમાં માર્યા ગયેલા શખ્સની ઓળખ મોતી ધીમરના ભાઇ અલકાર તરીકે કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આ પહેલા ખબર આવી હતી કે કાસગંઝના સિઢપુરા ક્ષેત્રના ગામ નગલા ધીમરમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ કરાવવા ગયેલ પોલીસની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દારૂ માફિયાઓએ પહેલા એક સબ ઇન્સપેકર અને સિપાહીને બંધક બનાવી લીધા અને પછી બંનેને ગાયબ કરી દીધા હતા. ત્યાર પછી સબ ઇન્સ્પેકટર ઘાયલ અવસ્થામાં ખેતરમાંથી મળ્યો હતો. જયારે સિપાહીની લાશ બીજી જગ્યાએથી મળી.

જણાવવામાં આવી રહ્યું છે કે નગલા ધીમર ગામમાં પોલીસને મોટા પાયદાન પર ગેકાયદેસર દારૂનો કારોબાર થતો હોવાની ખબર મળી હતી. ખબર મળવા પર પોલીસની ટીમે ગયા મંગળવારે ગામમાં રેડ કરી હતી પરંતુ આ વાતની જાણ દારૂ માફિયાઓને પહેલા જ થઇ ગઈ હતી. આરોપીઓએ રેડ કરી રહેલ પોલીસની ટીમને ઘેરી લીધી અને સબ ઇન્સ્પેકટર અશોક અને કોન્સ્ટેબલ દેવેન્દ્રને બંધક બનાવી લીધો.

ઘટના સામે આવ્યા પછી યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપીઓ પર NSA લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કોન્સ્ટેબલ દેવેન્દ્રના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યું છે. આશ્રિતોને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર