286 વર્ષ બાદ નવા અવતારમાં કાશી વિશ્વનાથ ધામ, જાણો 600 વર્ષ જૂનો ઈતિહાસ…

20 મિનિટનું મુહૂર્ત, 3000 હસ્તીઓ, 51 હજારથી વધુ જગ્યાએ જીવતં પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્રમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ કરશે. પીએમનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. લાંબા સમયથી આ પરિયોજના પર કામ ચાલી રહ્યુ હતુ અને લગભગ 32 મહિનામાં બાબાના સંપૂર્ણ પરિસરની કાયાક્લપ થઈ ગયુ. હવે બાબા વિશ્વનાથ મંદિરના વિસ્તાર ગંગા તટ સુધી છે કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન કરી ગંગા સ્નાન અથવા આચમનની માન્યતા છે.

લગભગ 5 લાખ સ્કેવર ફીટમાં બનેલ કાશી વિશ્વનાથ ધામ બનીને સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ભવ્ય કોરિડોરમાં નાની મોટી 23 બિલ્ડિંગ અને 27 મંદિર છે. હવે કાશી વિશ્વનાથ જનારા શ્રદ્ધાળુઓને શેરીઓને કે સાંકળા રસ્તા પરથી પસાર નહીં થવું પડે. આ સમગ્ર કોરિડોર લગભગ 50,000 વર્ગ મીટરના એક મોટા પરસરમાં બનાવવામાં આવ્યું છે. આ કોરિડોરને 3 ભોગોમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં 4 મોટા મોટા ગેટ અને પ્રદક્ષિણા પથ પર સંગમરમરના 22 શિલાલેખ લગાવવામાં આવ્યા છે. જેમાં કાશીના મહત્વનું વર્ણન કરવામાં આવશે. આ ઉપરાંત આ કોરિકોડમાં મંદિર ચોક, મુમુક્ષુ ભવન, ત્રણ પ્રવાસી સુવિધા કેન્દ્ર, 4 શોપિંગ કોમ્પેલક્સ, મલ્ટીપરપસ હોલ, સિટી મ્યૂઝિયમ, વારાણસી ગેલેરી જેવા સુખ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વનાથ મંદિરનું નિર્માણ અકબરના નૌરત્નોમાંથી એક રાજા ટોડરમલે કરાવ્યું હતુ. વારાણસી સ્થિત કાશી વિદ્યાપીઠમાં ઈતિહાસ વિભાગમાં પ્રોફેસર રહી ચૂકેલા ડોક્ટર રાજીવ દ્વિવેદીએ મીડિયાને જણાવ્યું કે વિશ્વનાથ મંદિરનું નિર્માણ રાજા ટોડરમલે કરાવ્યું હતુ. જેમાં ઐતિહાસિક પ્રમાણ છે અને ટોડરલમે આ રીતના અનેક નિર્માણ કરાવ્યા હતા. મનાય છે કે લગભગ 100 વર્ષ બાદ ઔરંગજેબે આ મંદિરને ધ્વસ્થ કરી દીધુ હતુ અને પછી આગળ લગભગ 125 વર્ષ સુધી કોઈ વિશ્વનાથ મંદિર નહોંતુ. એ બાદ 1735માં ઈન્દોરની મહારાણી દેવી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ કરાવ્યો છે. હવે 286 વર્ષ બાદ આ મંદિરને નવા અવતારમાં દુનિયોને પ્રસ્તુત કર્યુ છે.

કાશી સૌથી પવિત્ર શહેરોમાંથી એક છે. માન્યતા છે કે ભગવાન વિશ્વનાથ આ બહ્માંડમાં સ્વામીના રુપમાં નિવાસ કરે છે. કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવને 12 જ્યોતિલિંગમાંથી એક છે. આ મંદિર ગંગા નદીના ઘાટ પર સ્થિત છે. બાબાના દર્શનથી લોકો પાપ મુક્ત થઈ જાય છે અને મોત બાદ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

બપોરે 1.37 થી 1.57ની વચ્ચે 20 મિનિટમાં તેઓ મંદિરના ચોકના ભાગમાં પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથ ધામ લોકોને સમર્પિત કરશે. રામ જન્મભૂમિના ભૂમિ પૂજન અને વિશ્વનાથ કેમ્પસમાં માતા અન્નપૂર્ણ પુનઃ સ્થાપનાનો પ્રસંગ કાઢનારા કાશીના શ્રી વલ્લભરામ શાલીગ્રામ સંગવેદવિદ્યાલયના વિદ્વાનો સિવાય બીજા કોઈએ તારીખ અને સમય ઘડતરનું કામ કર્યુ નથી

51000 સ્થળોએ લાઈવ ટેલિકાસ્ટ યોજાશે

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સમારોહને ભવ્ય બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. જેનું 51000થી વધુ સ્થળોએ જીવતં પ્રસારણ કરવામાં આવશે

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી