સુરતમાં રહેતી કાશ્મીરની મહિલાએ 370 હટતા જ જમીન વેચવાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેતા સોશિયલ મીડિયા પર જમીન ખરીદવાના મેસેજ ફરતા થયા છે. સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની જમીન વેચવાની જાહેરાત કરી છે. મૂળ કાશ્મીરની યુવતી પરંતુ લગ્ન બાદ પતિ સાથે સુરતના પાલ વિસ્તારમાં રહેતી મૃદુલ શર્માએ પોતાની ખુશી અલગ રીતે વ્યક્ત કરી હતી.

તેણે જણાવ્યું હતું કે, બાપ દાદાની જમીન હવે હું ખુશીથી દેશના કોઈપણ નાગરિકને વેચી શકીશ. ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી મૃદુલ શર્મા લગ્ન કરીને હવે સુરત સ્થાયી થઈ હતી. રાજસ્થાનમાં જર્નાલીઝમમાં અભ્યાસ કર્યા બાદ તેણે રોનક શર્મા સાથે લગ્ન કર્યા હતા.

મૃદુલે વધુમાં કહ્યું કે, કાશ્મીરના ઉધમપુરમાં તેનો પરિવાર રહે છે. મૃદુલના દાદા દ્વારા કાશ્મીરના ઉધમપુરમાં પંચેરીમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી હતી. પણ કાયદા પ્રમાણે તેની ખાસ ઉપજ નહોતી. જોકે મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના હાસ્યાત્મક મેસેજ ફરતા થયા હતા. મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી હતી..અને કાશ્મીરમાં રહેતા તેના માતાપિતા સાથે વાત કરી હતી.

પોતાના આ નિર્ણય વિશે મૃદુલ શર્મા કહે છે કે, કલમ 370 હટવાથી હું અને મારા પતિ બહુ જ ખુશ છે. પણ અમને કાશ્મીરના સ્થાનિકોની રોજગારી છીનવાઈ જવાનો ભય પણ છે. જોકે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના વિકાસ માટે પાંચ વર્ષની માંગણી કરી છે. જેથી અમારો પરિવાર સરકાર માટે આશાસ્પદ છે કે સરકાર અહીં રોજગારીની તકો વધુ ઉભી કરીને લોકોનો સર્વાંગી વિકાસ કરશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી