કઠુઆ દુષ્કર્મ કેસ : 6 દોષિતોમાંથી ત્રણને ઉમરકેદ

કઠુઆમાં આઠ વર્ષની બાળકી પર થયેલા સામુહીક દુષ્કર્મ અને હત્યાના કેસમાં પઠાણકોટની એક કોર્ટમાં 10 મી જૂને પોતાનો ફેસલો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસમાં સાત આરોપીઓમાંથી છ આરોપીઓને દોષી ઠેરવ્યા છે,જ્યારે સાતમો આરોપી વિશાલ જંગોત્રાને નિર્દોષ છોડયો છે. તેમાંથી ત્રણને ઉમરકેદ અને અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. જે દોષિતોને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે તેમાં સાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશનો સમાવેશ થાય છે. જ્યારે તિલક રાજ, આનંદ દત્તા અને સુરેન્દ્ર કુમારને 5-5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે.

આ મામલાની તપાસ કરનાર જમ્મુ અને કાશ્મીરની ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો હતો, જ્યારે 15 જાન્યુઆરી, 2018 ના રોજ જે લોકો બાળકીનાં મૃત શરીરને જંગલમાં ફેંકવા ગયા હતા , ત્યારે તે કામમાં વિશાલ સંકળાયેલો નથી. પરંતુ જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો ત્યારે વિશાલના વકીલે કહ્યું કે તે 15 મી મે, 2018 ના રોજ મેરઠમાં હતો અને પરીક્ષા આપી રહ્યો હતો. નોંધનીય છે કે, કઠુઆ રેપની ઘટના 10 જાન્યુઆરી 2018ના રોજ થઇ હતી. પરિવારજનો પ્રમાણે બાળકી 10 જાન્યુઆરી બપોરે ઘરેથી ઘોડા ચરાવવા માટે નિકળી અને તે બાદ તે ઘરે પરત ફરી નહોતી. લગભગ એક અઠવાડીયા બાદ 17 જાન્યુઆરીએ બાળકીની લાશ જંગલમાંથી મળી હતી. મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકી સાથે ગેંગરેપ થયો છે અને પથ્થરથી મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી