કેટરિનાએ મેક્સિકોમાં મનાવ્યો 35મો જન્મદિવસ ; કહ્યું, આ દિવસ હંમેશાથી ખાસ હોય છે

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ 35 વર્ષની થઈ છે. તે મેક્સિકોમાં પરિવાર તથા મિત્રો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના માટે જન્મદિવસ હંમેશાથી ખાસ હોય છે. આમ તો આમાં કોઈ મોટી વાત નથી પરંતુ આ બહાને તે મિત્રો તથા પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકે છે. તેના માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું છે. તે પોતાના કામથી ઘણી જ ખુશ છે.

કેટરિનાએ મેક્સિકોથી આ તસવીર શૅર કરી હતી. આ તસવીર જોયા બાદ મોટાભાગના યુઝર્સે કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે, અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી, તું ફોટોશૂટ માટે ત્યાં ગઈ હોય તેમ લાગે છે. અર્જુન કપૂરની આ કમેન્ટ્સ બાદ યુઝર્સે એક્ટરને ટ્રોલ કર્યો હતો અને ત્યારબાદ અર્જુને બીજી કમેન્ટ કરીને કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

કેટરિનાએ અત્યારે બોલિવૂડમાં સફળ એક્ટ્રેસિસમાંથી એક છે. જોકે, તેના માટે આ સફર સરળ નહોતી. તેને હિંદી બોલતા પણ આવડતું નહોતું. બોલિવૂડમાં તેણે ફ્લોપ ફિલ્મ ‘બૂમ’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, પછી તેની ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યો કિયા’ સફળ થઈ હતી. ત્યારબાદ કેટરિનાએ અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા સફળ હિરો સાથે કામ કર્યું હતું. કેટરિના-સલમાનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત’ સફળ રહી છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી