ગુજરતનાં ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું નિધન, PM મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતી સુગમસંગીતનાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદીબેન મુનશીનું નિધન, ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ

ગુજરાતી ભાષના ગીત-સંગીતનાં શિરમોર ગાયિકા, ગુજરતનાં ‘કોકીલ કંઠી’ તરીકે પ્રખ્યાત કૌમુદીબેન મુનશીનું મુંબઇમાં 93 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યા વિતેલી રાત્રે તેમનું નિધન થયું છે. કૌમુગી મુનશીના નિધનને લઈને સંગીત ક્ષત્રેમાં શોક છવાયો છે ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રધ્ધાજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે.. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, કૌમુદી મુનશી કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. ગઈ કાલે રાત્રે એટલે કે મંગળવારે મધરાતે બે વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કૌમુદી મુનશીનું મૂળ વતન વડનગર હતું. પરંતુ તેમનો જન્મ વારાણસીમાં થયો હતો. કારણ કે, તેમનો પરિવાર કાશીમાં સ્થાયી થયો હતો. તેમનો પરિવાર પહેલેથી જ સાહિત્ય પ્રેમી રહ્યો છે. તેથી તેઓ બાળપણથી જ સંગીત તરફ વળ્યા હતા. પ્રસિદ્ધ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંતી તેઓએ સંગીત સાથે બીએની પદવી મેળવી હતી. જેના બાદ સિદ્ધેશ્વરી દેવી પાસેથી ઠુમરીની તાલીમ લીધી હતી. પ્રખ્યાત સંગીતગાર અને ગીતકાર નીનુ મજમુદાર સાથે તેઓએ લગ્ન કર્યા હતા.

‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’, ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’, ‘નહિ મેલું રે નંદજીના લાલ’,  ‘વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી’, ‘જાઓ, જાઓ, જ્યાં રાત ગુજારી’, ‘કોઈ આઘે આઘેથી વેણુ વાય છે’, ‘જીવન મળ્યું જીવનની પછી વેદના મળી’ જેવા તેમના લોકપ્રિય ગીતો છે.  

વર્ષ 2011માં કૌમુદી મુનશીનું કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ સંગીતને પવિત્ર માનતા એટલે જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી. જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.

અંગત જીવનની વાત કરીએ તો કૌમુદી મુનશીએ પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર નીનુ મજુમદાર સાથે વર્ષ 1954માં પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રખ્યાત ગાયક ઉદય મજુમદાર તેમના પુત્ર છે.

કૌમુદી મુનશી ખાસ કરીને તેમના કોકીલ કંઠથી જાણીતા બન્યા, ઉપશાસ્ત્રીય સંગીતમાં પૂરબ અંગની ઠુમરી, ચૈતી, દાદરા અને હોરી જેવી ગાયનશૈલીમાં તેમનું નામ ટોચના ગાયકોમાં લેવાતું હતું, ગુજરાતી સાહિત્યામાં જાણીતા વાર્તાકાર એવા રમણલાલ દેસાઈના તેઓ બહેન હતા, તેઓ ખુબ જ નાની વયે સંગીતમાં ઉતર્યા હતા અને આજે તેમનું નામ ઉચ્ચ ગાયિકા તરીકે પ્રસિદ્ધ થયું છે. કૌમુદી મુનશીના નિધનથી સંગીત ક્ષેત્રે તો બહુ મોટી ખોટ પડી જ છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર