September 23, 2021
September 23, 2021

ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ તૈયાર રહેજો..!

આ તારીખ પછીથી ઓફલાઈન વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી

રાજ્યમાં કોરોના હળવા પગલે વિદાય લેતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર ધોરણ 9થી 12ના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રાજ્યમાં સરકારે 6 થી 8 ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાવાની છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, શાળાઓ શરૂ કરવા અંગે 15 ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. આ સ્થિતિ વચ્ચે સરકારના નિર્ણય પહેલા જ વાલીઓ ચિંતિત બન્યા છે. ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની તરફેણમાં હાલ વાલીઓ નથી. વાલીઓ કોરોનાને કારણે બાળકોને સ્કૂલમાં મોકલવા ડરી રહ્યાં છે. તો સાથે જ હાલ શિક્ષકો પણ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાના મતમાં નથી.

સુરતના શાળા સંચાલક અને શિક્ષકોએ રાજ્યમાં હાલ 6 થી 8ના વર્ગો ચાલુ કરવા કે નહિ તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવા નહિ જોઈએ. જો સ્કૂલ શરૂ થશે તો કોરોના ફેલાવવાનો ભય રહેશે. વિદ્યાર્થીઓ હજી નાના છે. તેથી હાલ નહિ, પણ દિવાળી પછી સ્કૂલ શરૂ થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે, ખેતરોમાં ઊભો પાક મૂરઝાઈ તેવી સ્થિતિ પણ સર્જાઈ છે, તેવામાં વરસાદની ખેંચથી ઉભી થયેલી પરિસ્થિતિ પર કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની શાળાઓમાં ધોરણ 6થી 8નાં ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે પણ નિર્ણ લેવામાં આવી શકે છે. તથા રાજ્યમાં વેક્સીનેશન અને કોવિડની સ્થિતી પર ચર્ચા કરવામાં આવશે તેમજ રેસિડેન્ટ ડૉકટરોની હડતાળ અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

 96 ,  1