ADRનો દાવો – 78 પ્રધાનોમાંથી 42 ટકા મંત્રીઓ સામે અપરાધિક કેસ

હત્યાનો પ્રયાસ – લૂંટ જેવા ગંભીર કેસ નોંધાયો હોવાનો દાવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં પહેલી વખત કૅબિનેટનું વિસ્તરણ થયું છે. 43 નવા મંત્રીઓએ શપથ લીધા અને સાથે જ રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, ડૉ. હર્ષવર્ધન જેવા 12 નેતાઓએ મંત્રીપદ પરથી રાજીનામાં આપી દીધાં. મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાને લીધા છે ત્યારે એવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે કેબિનેટમાં આ વખતે ૪૨ ટકા મંત્રીઓ કલંકિત છે અને ૪ મંત્રીઓ સામે તો હત્યાના પ્રયાસના ગુના દાખલ થયેલા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમેના અહેવાલમાં આ મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં તેવી માહિતી પણ આપવામાં આવી છે કે મોદીની કેબિનેટમાં ૯૦ ટકા મંત્રીઓ કરોડપતિ છે. આ સંસ્થા દ્રારા ચૂંટણી વખતે દાખલ કરવામાં આવેલી એફિડેવિટ ના આધાર પર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૪ જેટલા મંત્રીઓએ એફિડેવિટમાં એવી માહિતી આપી છે કે તેમની વિદ્ધમાં હત્યાના પ્રયાસ તેમજ લુટ સહિત કેટલાક ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને ૩૩ જેટલા મંત્રીઓએ એફિડેવિટમાં એવી માહિતી આપી છે કે એમની સામે ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે. કેન્દ્રના ગૃહ ખાતાના રાય મંત્રી બનેલા પશ્ચિમ બંગાળના યુવા નેતા નિશીત પ્રમાણિક સામે તો હત્યા સાથે જોડાયેલો એક કેસ પણ દાખલ થયેલો છે.

હત્યાના પ્રયાસના ગુનામાં પણ તેમની વિદ્ધ દાખલ થયા છે અને લૂંટ તેમજ માનવ તસ્કરી અંગે ના કેસ પણ આ યુવા નેતા સામે દાખલ થયેલા છે. મોદી કેબિનેટના કુલ ૭૮ જેટલા મંત્રીઓ માંથી ૭૦ મંત્રીઓ કરોડપતિ છે. પ્રતિ મંત્રી એવરેજ સંપત્તિ ૧૬.૨૪ કરોડ પિયાની બહાર આવી છે અને તેમાં પણ ચાર મંત્રીઓ એ તો પચાસ કરોડ રૃપિયાથી વધુની સંપત્તિ નો ઉલ્લેખ એફિડેવિટમાં કર્યેા છે.

જોકે ૮ મંત્રીઓ એવા પણ છે જેમની કુલ સંપત્તિ પિયા એક કરોડ થી નીચે રહી છે. પરંતુ મોટાભાગના મંત્રીઓ કરોડપતિ હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ૪૨% મંત્રીઓ કલંકિત છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારની સામે વિરોધ પક્ષોને એક નવું હથિયાર મળી ગયું છે.

 16 ,  1