વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવશો ઘર તો થશે અનેક લાભ, જાણો નિયમો

મકાન બનાવવાના મુખ્ય બે કારણો હોય છે. એક રહેવા માટે અને બીજું ધંધા માટે. પરંતુ જો મકાન બનાવતા પહેલા વસ્તુશાસ્ત્ર અચૂક જોવડાવું પડે છે અને તે પ્રમાણે ધર બનાવવું જોઈએ. તે પછી શુભ મુર્હૂત પર પૂજા અર્ચના કરવી તે પણ ખૂબ અગત્ય રહે છે.

નીચે પ્રમાણે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…

ગૃહસ્વામીનો શયનખંડ નેઋત્ય ખૂણામાં અથવા પશ્ચિમ દિશામાં બનાવવો. શયનખંડમાં પૂજા ઘર ઈશાન ખૂણામાં રાખવું. જો ગૃહસ્વામી મોટેભાગે બહાર રહેતા હોય તો શયનખંડ વાયવ્ય ખૂણામાં બનાવડાવવો. પલંગનો એક ભાગ એવો રાખવો કે ઊઠતી વખતે મુખ પૂર્વ દિશા તરફનું રહે. રસોડામાં ઈશાન અને અગ્નિ ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પૂર્વની વિદિશાઓ સ્ટોરરૂમ માટે શુભ મનાઈ છે. આ ખૂણાઓની દીવાલોને અડીને સ્ટોરરૂમ હોવો જોઈએ.

મુખ ઊઠતી વખતે ઉત્તર દિશામાં રહેતું હોય તો ધનની દૃષ્ટિએ અતિ શુભ રહે છે. શયનખંડનું દ્વારા સળંગ એક જ પડખાનું રાખવું જોઈએ. ઘરનું આંગણું ખાલી રાખવું જોઈએ. આવું આંગણું ઉત્તર અથવા પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં ખુલ્લું રાખવું જોઈએ. જો ઘરમાં બ્રહ્મસ્થાન મધ્યમાંથી ઊંચું અથવા ચારે દિશાઓમાંથી નીચું હોય તો તે શુભ ગણાય છે. આનાથી ઊલ્ટી સ્થિતિ અશુભ મનાય છે.

રસોડું અગ્નિ ખૂણામાં બનાવડાવવું જોઈએ. રસોડું અગ્નિ ખૂણામાં બનાવી શકાય તેમ ન હોય તો તે પશ્ચિમ દિશામાં બનાવવું, પરંતુ ગેસની સગડી અગ્નિ ખૂણામાં રાખવી. ઈશાન ખૂણામાં ગેસની સગડી રાખવાથી વંશમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ધનનો ક્ષય થાય છે. કોઈ કારણસર સ્થાન બદલી શકાય તેમ ન હોય તો ગેસની સગડી સ્લેબ પર રાખવી અને તે સ્લેબની નીચે જળથી ભરેલું તાંબાનું પાત્ર રાખવું, જેનું જળ સવાર-સાંજ બદલતા રહેવું. તે સાથે અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવવો જોઈએ. જો ચૂલો આંગણામાં હોય તો જળનું પાત્ર ચૂલાની નજીક મૂકવું.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી