મૈ સબ સે બડા હિન્દુ…! નહીં મૈ સબ સે બડા..! નહી..નહીં મૈ..! અરે ક્યા હો ગયા…?

અજબ બંગાલ કી ગજબ કહાની..મતદાતા કી બાત કિસને માની..

હું સૌથી મોટો હિન્દુ…પૂરવાર કરવાના દીદી અને બાબુના પ્રયાસો…

ગુરૂ-ચેલાની એકાએક સૈલાબની જેમ ઉભરી આવેલી ભાવભક્તિ જોઇને…

મમતાદીદી અને શુવેન્દુની હરિફાઇમાં કેજરીવાલ પણ કૂદી પડ્યા…

દિલ્હીના વૃધ્ધોને મફતમાં અયોધ્યાના દર્શને લઇ જશે..રામરાજ્ય…

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

હિન્દુ કોણ છે…? કોણ હિન્દુ છે..? .એની વ્યાખ્યામાં જઇશુ તો મોટો ગ્રથ લખાય તેમ છે. હું હિન્દુ….હું પણ હિન્દુ..એવુ પૂરવાર કરવા માટે, ના કોઇ ધર્માચાર્યની સામે નહીં, પણ લોકશાહીમાં જેને એક દિન કા રાજા કહેવામાં આવે છે તે મતદારો સમક્ષ હિન્દુ હોવાના પ્રયાસોમાં ઉમેદવારો મંદિર..મંદિર..જઇને પૂજાપાઠ-આરતી, હોમ-હવન, મંત્રોચ્ચારની સાક્ષીએ આહુતિ.. , મંદિરની પરંપરા પ્રમાણે ઢોલ વગાડવુ હોય તો તે પણ વગાડવુ અને માધ્યમોના સહારે નંદીગ્રામના સવા બે લાખ મતદારોમાંથી દોઢ લાખ હિન્દુ મતદારોને રીઝવવાની રિતસર હોડ શરૂ થઇ છે…ઓમ જય જગદીશ હરે…

સહી પઢે હો….આ વાત છે નંદીગ્રામના ચૂંટણી સંગ્રામની. 2016ની ચૂંટણીમાં નંદીગ્રામ જીતવા માટે ના તો મમતાદીદી કે ના તો તે વખતેના તેમના પટ્ટશિષ્ય શુવેન્દુ અધિકારીને નંદીગ્રામમાં કોઇ મંદિર…મંદિર…મુલાકાત લેવાની જરૂર પડી નહોતી. કેમ કે બન્ને એક જ પાર્ટી ટીએમસીમાં હતા .મમતાદીદીએ નંદીગ્રામ માટે શુવેન્દુને ઉભા રાખ્યા હતા અને અગાઉની જેમ શુવેન્દુ જીત્યા હતા.સમય કી બલિહારી કહો કે સમય કા પહિયા ઐસા રે ઘૂમિયા ભાયા…કિ આજ ઉસી નંદીગ્રામ મેં બન્ને આવી ગયા આમને અને સામને…!

મમતાદીદીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં નંદીગ્રામની જાહેરસભામાં ચંડીપાઠનું પઠન કર્યું, મંદિર…મંદિર ગયા અને પાઠ પઠનમાં કોઇ ભૂલ થઇ ગઇ કે કેમ એ તો તેઓ જ જાણે પણ ઉંમેદવારીપત્ર ભર્યા બાદ પાછા ફરતી વખતે ઘાયલ…ચોટિલ…! ડાબા પગમાં ફ્રેકચર. અને ટીવી મિડિયાએ પાંચ વર્ષ દીદીને નહીં બતાવ્યા હોય તેટલા કલાકોમાં…. લગભગ દરેક ટીવી ચેનલ પર ચોટિલ મમતાદીદીનો જ્યાં પગ ફ્રેકચર થયો એ જગ્યા, એ ગાડી, એ ભીડ, તે વખતે હાજર લોકોની લાગણીઓ અને હોસ્પિટલમાં પગે પ્લાસ્ટર બાંધેલ પલંગમાં પડેલા મમતાદીદીના ફોટા અને વિડિયો એટલા બધા બતાવ્યાં કે મમતાદીદીને તો જાણે કે વગર પૈસે પ્રચાર થઇ ગયો…!

કુછ નેતાલોગ કહે છે કે ભલે વિરૂધ્ધમાં તો વિરૂધ્ધમાં પણ અમારા વિષે કંઇક લખો..અમને કેમેરાની સામે ઉભા રાખો..અમને ટીવીમાં બતાવો..ની જેમ ઘાયલ મમતાદીદીની વિરૂધ્ધમાં ટીવીમાં બતાવ્યુ.. દીદીને રજા મળી અને વ્હીલચેરમાં બેસીને હોસપ્ટિલમાંથી રજા લીધી તેના દ્રશ્યો પણ બતાવ્યા…

અને ત્યારબાદ વારો આવ્યો મમતાની સામે ભાજપે જેમને ઉભા રાખ્યા છે તે શુવેન્દુ અધિકારીનો. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મંદિર…મંદિર…દર્શન-અર્ચના, હોમ હવન..સિંહવાહિની માતાના મંદિરે તો શિવ મંદરે…! કદાજ તેમની બન્ને ગુરૂ-ચેલાની એકાએક સૈલાબની જેમ ઉભરી આવેલી ભાવભક્તિ જોઇને દેવી- દેવતાઓ પણ મૂંઝાણા હશે કે કોને વધારે ગુણ આપવા..!!

ચૂંટણીઓ આવે એટલે જે મતદારો ભાવિ નક્કી કરે છે તેમની પહેલા મંદિર જઇને નમસ્તસ્યૈ…ની પરંપરા ગુજરાતમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ શરૂ કરી.. તે પછી તો જ્યાં જ્યાં ચૂંટણી ત્યાં ત્યાં ધાર્મિક સ્થાનોની મુલાકાતોનો શરૂ થયેલો દૌર બંગાળના નંદીગ્રામ સુધી પહોંચ્યો છે. અને કારણ એક જ છે- મૈં હિન્દુ હું….! મૈં ભી હિન્દુ હું…! ચૂંટણીઓ પછી બિચ્ચારા દેવી-દેવતાઓ રાહ જોતા હશે-હમણાં મમતાદીદી આવશે…..!.હમણાં શુવેન્દ અધિકારી આવ્યો જ સમજો….!

યુપીમાં ચૂંટણી બ્યૂગલ વાગવાને હજુ વાર છે પણ કિસાન મહા પંચાયતના નામે પ્રચાર શરૂ થઇ ગયો છે. પ્રિયંકા ગાંધી મહાપંચાયતમાં હાજરી આપે છે અને સમય મળ્યો તો પ્રયાગરાજમાં જઇને ડૂબકી પણ મારી આવ્યાં..મૈ ભી હિન્દુ…! .કુંભ મેળો ચાલી રહ્યો છે પણ ત્યાં હજુ ચૂંટણીને વાર છે. હમણાં જ સીએમ બદલાયા છે. તેમને શાસન સમજવામાં થોડીક વાર લાગશે અને પછી, હર હર ગંગે….

હું હિન્દુ…અને હિન્દુત્વની આસ્થામાં અન્નાના સાથીદાર અને સીએમ કેજરીવાલે પણ ડૂબકી લગાવવાનો પ્રયાસ કર્યો..દિલ્હીનું 69 હજાર કરોડનું બજેટ રજૂ કરતી વખતે મનમાં હિન્દુત્વનો ભાવ લાવીને કહ્યું કે અયોધ્યામાં 3 વર્ષમાં રામ મંદિર બન્યા પછી દિલ્હીના સિનિયર સીટીઝનોને તેમની સરકાર દ્વારા વિના મૂલ્યે અયોધ્યા લઇ જઇને ભગવાન શ્રી રામની મનોહારી પ્રતિમાના દર્શન કરાવવામાં આવશે. હું હનુમાનનો ભકત છું અને હનુમાનદાદા શ્રીરામના એટલે હું બન્ને ભગવાન શ્રી રામ અને હનુમાનજીનો ભક્ત ગણાવું….! ટીવીમાં પોતાના ભક્ત કેજરીવાલને આવુ બોલતા જોઇને અન્ના હજારે મનમાં ને મનમાં મરક મરક મુસ્કારતા હશે, મારો બેટો….આ તો બાજીગર નિકળ્યો…! રાતોરાત પલટી મારી..! .મૈં ઇસકે ખિલાફ અનશન કરૂંગા.. આમી મરાઠી માનૂષ…! આ સાંભળીને તેમની બાજુમાં બેઠેલા તેમના ગામના કોઇ યુવાને તેમને દબાવતા દબાવતા કહ્યું હશે- દાદા…યે અનશન…વનશન છોડો…અનશન કી બાત કરોંગે તો તુરન્ત હી દેવેન્દ્ર ફડણવીસજી આ જાયેગે સમઝાને કે લિયે ઔર ફિર આપ માન ભી જાતે હો…!!

કેજરીવાલે બીજુ શું કહ્યું જરા ગૌર ફરમાઇયેગા…તેમણે 2021-22નું બજેટ રજૂ કરતાં એમ પણ કહ્યું કે તેમની સરકારે 2047માં ( રીપીટ 2047માં…) દિલ્હીવાસીઓની વાર્ષિક આવક સિંગાપોરના પ્રતિ વ્યક્તિ જેટલી થાય તેવો લક્ષ્ય રાખ્યો છે. 2047માં ભારતની આઝાદીને 100 વર્ષ પૂરા થશે અને તે વખતે દિલ્હીની વસ્તી 3 કરોડની થઇ ગઇ હશે અને તેમની આવક સિંગાપોરના નાગરિક જેટલી અમે કરી આપીશું..!. શ્રીમાન, કેજરીવાલજી, 2047માં એટલે કે 25-26 વર્ષ પછી સિંગોપોરના સામાન્ય નાગરિકના આવક કેટલી હશે એ તો કહો…? હાલમાં કેટલી છે…? .2047માં કેટલી થશે અને 2047માં પણ દિલ્હીમાં આપ પાર્ટીની સરકાર હશે ખરી….? માન ગયે ઉસ્તાદ…..માન ગયે…! જ્યારે આટલુ જાણો છો તો જરા એ પણ કહે કે 2047માં દેશમાં કોની સરકાર હશે…?! કમલવાલી….પંજેવાલી…કે ઝાડૂવાલી….?! ક્યાંક એવુ તો નહીં થાય ને કે, ઝાડૂ ગિરા રે…બરેલી કે બાજાર મેં…ઝાડૂ ગિરા રે…!!

મમતાદીદી અને શુવેન્દુબાબુ, મંદિર…મંદિર જાઓ, એ તમારો બંધારણિય અધિકાર છે. પણ મતદારનો એ જાણવાનો અધિકાર છે કે તમે બંગાલને કેવુ બનાવશો…? સીએમ મમતાદીદીની સાથે શુવેન્દુને એટલા માટે સવાલ કે, ધારો કે કદાજ તેમણે મમતાદીદીને હરાવ્યાં તો ફિર સીએમ કી કુર્સી પર તો, શુવેન્દુ કા હી હક્ક બનેગા ન…!? કી મૈં ઝૂઠ બોલિયા….?!

-દિનેશ રાજપૂત

 58 ,  1