September 27, 2020
September 27, 2020

હવે તો હદ થઇ ગઇ !!! કોરોના પોઝિટિવ યુવતી પર એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ

દુષ્કર્મ બાદ ડ્રાઇવરે યુવતીને છોડી હતી કોવિડ સેન્ટર, પોલીસે કરી ધરપકડ

કેરળમાં એક શરમજનક ઘટના સામે આવી છે. કોરોના પોઝિટિવ એક 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. આરોપી બીજો કોઈ નહીં પરંતુ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર છે. ઘટના સામે આવ્યા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે નરાધમ એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

ઘટના પટનમિટ્ટા જિલ્લાના અરમમુલાની છે. અહીં 19 વર્ષની એક કોરોના સંક્રમિત યુવતી પર કોવિડ સેન્ટર લઈ જઈ રહેલી એમ્બ્યૂલન્સના ડ્રાઇવરે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ ડ્રાઇવરે યુવતીને કોવિડ સેન્ટર છોડી દીધી અને ભાગી ગયો. જો કે બાદમાં પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

યુવતીનુ કહેવુ હતુ કે, એમ્બ્યુલન્સમાં એક દર્દી પહેલેથી જ બેઠેલો હતો.ડ્રાઈવરે તેને પહેલા ઉતારી દીધો હતો અને પછી એમ્બ્યુલન્સ સૂમસાન જગ્યા પર લઈ ગયો હતો.જ્યાં મારી સાથે તેણે રેપ કર્યો હતો.બાદમાં મને હોસ્પિટલમાં છોડી દીધી હતી.

યુવતીએ હોસ્પિટલ પહોંચીને પોતાની આપવીતી કહેતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા.તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ ડ્રાઈવરને આખરે પકડી લીધો હતો.

તો બીજી તરફ આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ યુવતીને ન્યાય મળે તેમજ આરોપીને મોતની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

 112 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર