રાહુલ ગાંધીએ સત્વરે લગ્ન કરી લેવા જોઇએ, નહીંતર આવું થઇ શકે…!

રાહુલ માત્ર છોકરીઓની કોલેજમાં જ જાય છે, ગડબડ થઇ શકે – પૂર્વ સાંસદનું વિવાદિત નિવેદન

પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી લડાઇની વચ્ચે, નેતાઓના બિગડે બોલ શરૂ થઇ ગયા છે. કેરલમાં પૂર્વ સાંસદે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ઇડુક્કીના પૂર્વ સાંસદ જૉયસ જ્યોર્જે રાહુલ ગાંધી પર અશોભનીય ટિપ્પણી કરતા છોકરીએને ચેતવણી આપી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરે, કારણ કે તેઓ કુંવારા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, “રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે કે તેઓ ફક્ત છોકરીઓની કૉલેજમાં જશે અને તેમને શીખવશે કે તેઓ કેવી રીતે નીચે ઝૂંકવું અને વળવું. મારા પ્રેમાળ બાળકો રાહુલ ગાંધી સામે ઝૂકવું કે વળવું નહીં, ટટ્ટાર ઊભા રહેવું. ધ્યાન રાખો કે તેઓ હજુ અપરિણીત છે.”

જ્યોર્જ ઇડુક્કી જિલ્લામાં એમએમ મણીના પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પૂર્વ અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે. જેમને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટનું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે રાહુલ ગાંધી કોચ્ચીની એક કૉલેજમાં ગયા હતા. અહીં વિદ્યાર્થિનીઓના આગ્રાહ બાદ તેમણે અકીડોના પાઠ શીખવ્યા હતા. અકીડો એક પ્રકારની જાપાની માર્શલ આર્ટ છે. જ્યોર્જે રાહુલ ગાંધીની આ મુલાકાતના સંદર્ભમાં આવું નિવેદન કર્યું હતું.

રાહુલ ગાંધીએ St Teresas Collegeમાં જણાવ્યું હતું કે છોકરીઓ કેવી રીતે અકીડો શીખીને પોતાના સન્માનનું રક્ષણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જાપાની માર્શલ આર્ટ અકીડોને તાલિમ લીધી છે. St Teresas College ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાની તાકાતની પોતે જ નથી ઓળખી શકતી. તેઓ એવું નથી જાણતી કે તેમની અંદર ક્યાંથી તાકાત આવે છે અને તે કેવી રીતે કામ કરે છે. આ મહિલા સશક્તિકરણનું મુખ્ય બિંદુ છે.

 62 ,  1