કેરળ પોલીસે કેન્દ્રીય એજન્સી ઇડી સામે કર્યો કેસ – મચી હલચલ

સોનાની દાણચોરી તપાસ હવે રાજકીય કાવાદાવા સુધી પહોંચી ગઇ..

કેરળમાં હાલમાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. ભાજપે મેટ્રોમેન ઇશ્રીધરણને સીએમના ચહેરા તરીકે જાહેર કર્યા છે. ચૂંટણીઓ પહેલા સોનાની દાણચોરી કેસે રાજકીય ખટપટ અને હલચલ મચાવી હતી. મુખ્યમંત્રી કાર્યલય સાથે સંકળાયેલી એક મહિલા કર્મચારી સ્વપનાની ધરપકડ થઇ છે. તેમણે મુખ્યમંત્રી વિજયન પિનારાઇ પણ સંડોવાયેલા હોવાનો દાવો કર્યો છે. આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી ઇડી કરી રહી છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે.

કેરળ પોલીસે આ કેસમાં હવે કેન્દ્રીય એજન્સી ઇડીની સામે મુખ્યમંત્રી વિજયનને બદનામ કરવા કાવતરૂ રચવાની ફરિયાદ નોંધી છે. એક તરફ મહારાષ્ટ્રમાં અન્ય કેન્દ્રીય એજન્સી એનઆઇએ સામે ઠાકરે સરકાર આરોપો કરી રહી છે. તો બીજી તરફ કેરલ સરકારે પણ કેન્દ્રીય તપાસ એજન્સીને પણ નિશાન બનાવી છે.

કેરળ પોલીસના ક્રાઇમ બ્રાંચ દ્વારા ઇડીના અધિકારીઓ સામે એવો કેસ નોંધાયો છે કે મહિલા અધિકારી સ્વપનાની જેલમાં પૂછપરચ વખતે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું કે, તે આ કેસમાં મુખ્યમંત્રી સામે પણ આરોપ મૂકે. પોલીસે સાક્ષી તરીકે બે મહિલા પોલીસ અધિકારી સી.જી વિજયન અને એસ રેઝિમોલનું નામ જાહેર કર્યું છે. આ બે મહિલા અધિકારીઓ સ્વપનાની પૂછપરછ વખત હાજર રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 70 ,  1