‘કેસરી’એ મચાવી ધૂમ, ઓપનિંગ ડે પર 22 કરોડની જંગી કમાણી

હાલમાં જ રિલિજ થયેલી અક્ષય કુમારની સુપર હિટ ફિલ્મ કેસરી બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. કેસરીએ ઓપનિંગ ડે પર 22 કરોડની જંગી કમાણી કરી લાધી છે. આ ફિલ્મને શાનદાર રિવ્યૂ મળ્યા છે. અને ફિલ્મે રિલિજના બીજા દિવસે પણ 17થી18 કરોડની કમાણી કરી લીધી છે. અને એવી પણ આશા છે કે આ ફિલ્મ પહેલા જ વિકેંડમા 100ની ક્લબમા પહોચી શકે છે.

આ વાતની જાણકારી ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર શેર કરી હતી. તરણ આદર્શે ટિ્‌વટ કરતા લખ્યું, ‘કેસરી’એ બોક્સઓફિસ પર આગ લગાડી દીધી છે. આ ફિલ્મ વર્ષ 2019ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર રહી છે. હોળીના કારણે સવારે અને બપોરે લિમિટેડ શોઝ હતા પણ સાંજના શોમાં ફિલ્મે ધમાકેદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે પહેલા જ દિવસે 22 કરોડ કમાઈ લીધા છે.’

અનુરાગ સિંહ દ્વારા નિર્દેશીત આ ફિલ્મ સારાગઢની ઐતિહાસીક લડાઈ પર આધારીત છે. આ ફિલ્મમા બ્રિટીશ ઈંડિયા આર્મીના 21 સિખ સૈનિકોએ 10 હજાર અફગાનોનો બહાદુરીથી સામનો કર્યો હતો. ફિલ્મમા અક્ષય કુમાર હવલદાર ઈશર સિંહની ભૂમિકામા જોવા મળે છે.

 134 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી