September 22, 2020
September 22, 2020

કેશવકુમાર, વી.કે મલ્લ અને સંજય શ્રીવાસ્તવને પ્રમોશન આપીને DGP બનાવાયા

રાજયના પોલીસવડા શીવાનંદ ઝા 31 જુલાઇએ વયમર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે. ત્યારે તેમના સ્થાને ડીજીપીનો તાજ કોના માથે પહેરાવાશે તે વાત પોલીસ વિભાગમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે બીજી તરફ 1986ની બેચના રાજયના ત્રણ સિનિયર IPS અધિકારીઓને એડીશનલ ડાયરેકટર જનરલ થી ડીજીપી રેન્કનુ પ્રમોશન ગુજરાત સરકાર ધ્વારા આપવામાં આવ્યુ છે.

ગુજરાત લાંચ રુશ્વત વિરોધી દળના સ્પેશયલ ડાયરેકટર કેશવ કુમારને તે જ સ્થાન પર પ્રમોશન આપીને ડાયરેકટર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ધ્વારા કેશવકુમારને ડેપ્યુટેશન પર સીબીઆઇમાં લઇ જવામા આવ્યા હતા.

આ ઉપરાંત અગાઉ ગુજરાત સીઆઇડી ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવી છે. તે વખતે તેમણે સીંહનો શિકાર કરતી એમ.પીની કુખ્યાત ગેંગની ધરપકડ કરી હતી. જેલોના વડા તરીકે પણ તેઓ ફરજ બજાવી ચુકયા છે. 1986ની બેંચના અધિકારી વિનોદ કુમાર મલ્લ રીફોર્મના એડીશનલ ડાયરેકટર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમણે પ્રમોશન આપીને તે જ સ્થાને એટલે કે રિફોર્મના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ બનાવ્યા છે. તેમણે આદીવાસીઓ અને છારા સમાજના લોકોનુ જીવન લેવલ ઉચ્ચુ આવે તે માટે ખુબ જ માનવિય અભીગમથી કામગીરી કરી છે.

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના એડીશનલ ડીજીપી સંજય શ્રીવાસ્તવને પ્રમોશન આપીને સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ બનાવાયા છે. તેઓ કાયદો અને વ્યવસ્થાના એડીશનલ ડીજીપી અગાઉ રહી ચુકયા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના સંયુકત પોલીસ કમિશ્નર સેકટર 1 તરીકે તેમજ હેડકવાટર્સના સંયુકત પોલીસ કમિશ્નર રહી ચુકયા છે.

 227 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર