કેશોદ : નાનીઘંસારી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રામજનોને એક જ જગ્યાએ લાભ મળી શકે તે માટે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશન કાર્ડ, કિશાન ક્રેડીટ કાર્ડ, આવક તથા જાતીના દાખલા, નોન ક્રીમીલર, વૃદ્ધ પેન્શન સહાય યોજના સહીતની યોજનાઓ કોઈ ડોક્યુમેન્ટમાં સુધારા વધારા સહીતનો ગ્રામજનોને એક જ સ્થળે લાભ મળી શકે તે માટે નાનીઘંસારી પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય તથા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં શાળાના બાળકોને આપવામા આવતા મધ્યાહન ભોજન બાબતે મામલતદારે નિરક્ષણ કર્યુ હતું બાળકો સાથે મધ્યાહન ભોજન કર્યુ હતું સાથે આંગણવાડી વર્કર બહેનો દ્વારા બનાવેલ પૌષ્ટિક વાનગીઓનું નિરક્ષણ કર્યુ હતું તેમજ જુદી-જુદી કચેરી દ્વારા કામ કરવામા આવતી કામગીરી તથા જુદા- જુદા કચેરીની ટીમની મુલાકાત લીધી હતી.

પ્રતિનિધિ : ગોવિંદ હડિયા, કેશોદ.

 19 ,  1