કેશોદ : નાનીઘંસારી ગામે વિદેશી પક્ષીઓનુ આગમન

શિયાળાની શરૂઆત થતા તળાવમાં ધીમે ધીમે વિદેશી પક્ષીઓનુ આગમન થતુ જોવા મળી રહ્યુ છે જો કે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનુ આગમન ન થતા પક્ષી પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે થોડા દિવસોમા વિદેશી પક્ષીઓનુ મોટી સંખ્યામાં આગમન થવાની શક્યતા જોવા મળી રહી છે.

આ વર્ષે ચોમાસામાં મેઘરાજાની અવિરત મેઘસવારી સાથે કમોસમી વરસાદથી તળાવો ચેકડેમો છલકાયા હતા જે તળાવોમાં ધીરે ધીરે પાણી સુકાવા લાગ્યા છે, ખાડાઓમાં થોડા પાણી ભરાયેલ છે, જેમાં શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓનુ ધીમે ધીમે આગમન થઈ રહ્યુ છે.

જો કે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનુ આગમન થયું નથી કહેવાય છે કે પક્ષીઓ નદીઓ અને પવનને કોઈ સરહદ રોકી શકતી નથી ત્યારે લાંબુ અંતર કાપીને દર વર્ષે આપણા દેશના અસંખ્ય જગ્યાએ વિદેશી પક્ષીઓનુ આગમન થાય છે.

કેશોદ તાલુકાના નાનીઘંસારી ગામે આવેલ એક તળાવના ખાડામાં થોડા વિદેશી પક્ષીઓનુ આગમન થતા કુદરતી નઝારામા મગ્ન થયેલ વિદેશી પક્ષીઓ કુદરતી નજારાનો આનંદ સાથે આહાર લેતા નજરે પડે છે.

પક્ષી પ્રેમીઓના જણાવ્યા મુજબ, વિદેશી પક્ષીઓ જે વિસ્તારના એક વખત મહેમાન બને છે તે જગ્યાએ અવારનવાર આવતા હોય છે જો કે થોડા દિવસો બાદ વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓનુ મોટી સંખ્યામાં આગમન થવાની શક્યતા છે.

વિદેશી પક્ષીઓના આગમનની પક્ષી પ્રેમીઓની રાહ જોવામાં ઉત્સુક બન્યા છે ત્યારે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓની આગમન થશે ત્યારે અનેક તળાવો વિદેશી પક્ષીઓથી શોભી ઉઠશે પણ હાલ થોડા વિદેશી પક્ષીઓ મહેમાન બનતા પક્ષી પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રતિનિધિ : ગોવિંદ હડિયા, કેશોદ.

 16 ,  1