રાષ્ટ્રીય એકતા દિવસ Live : વડાપ્રધાને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, એકતા પરેડમાં શપથ લેવડાવ્યા

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145 મી જન્મજયંતી છે. જેને સમગ્ર દેશ રાષ્ટ્રીય એક્તા દિવસના રૂપમાં ઓળખે છે. આ પ્રસંગે વડાપ્રધાને કેવડીયા કોલોની ખાતે સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં જોડાયા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાને ભારત માતાની જયનું જયઘોષ કરાવ્યું હતુ. જે નર્મદાની પહાડીઓમાં ગુંજી ઉઠ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે લોખંડી પુરુષની દૂરંદેશીથી ભરેલી વાણીને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરી. દેશના રજવાડાને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શક્તિ બનાવીને તેઓએ હિન્દુસ્તાનને વર્તમાન સ્વરૂપ આપ્યું. બહુ જ ઓછા સમયમાં સરદાર સરોવર ડેમ સાથે જોડાયેલ આ નિર્માણ નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે. સમગ્ર દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન છવાઈ જશે. આજે સી પ્લેન સેવા પણ શરૂ થશે. 

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે PM મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. જ્યાં મોદી હાલ એકતા પરેડમાં હાજર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને જવાનોએ એકતા પરેડ કરી હતી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.

  • શૌર્ય સાથે જોવા મળ્યો બેન્ડનો તાલ
  • પીએમ મોદી એક્તાના શપથ લેવડાવ્યા
  • એક્તા પરેડમાં સામેલ થયા પીએમ મોદી
  • વિશ્વની સોથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને નત મસ્તક નમન કર્યું
  • સરદારની પ્રતિમા પર હેલિકોપ્ટર પરથી પુષ્પાંજલિ પણ કરવામાં આવી.

આ ઉપરાંત મોદી કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે અને ત્યાર બાદ સી પ્લેનમાં બેસીને કેવડિયાથી અમદાવાદ જશે. આ પહેલા સવારે આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું.

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર