અમદાવાદ : ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન લાંચ લેતાં ઝડપાયા

ફરિયાદી પાસેથી તપાસ અર્થે માગ્યા હતા 5 હજાર

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓને એસીબી દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. બંને જણાએ ફરિયાદી પાસેથી તપાસ અર્થે 5 હજાર માગ્યા હતા.

રાજ્યમાં લાંચિયા પોલીસ કર્મીઓ સામે હવે એસીબી આંખ લાલ કરી છે. એસીબી દ્વારા હવે અવાર નવાર લાંચીયા પોલીસ કર્મીઓને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે વધુમાં અમદાવાદમાં ફરી 2 લાંચીયા પોલીસકર્મીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમા ACBએ બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વિગત મુજબ, ખાડીયા પોલીસ સ્ટેશન અંડરમાં આવતા માણેકચોક પોલીસ ચોકીમાં ફરજ બજાવતા રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે તેમ કહી 5100 રૂપિયાની લાંચ માગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને ઝડપી પાડ્યા હતા.

રાજ્યમાં લાંચિયા પોલીસ કર્મીઓ સામે હવે એસીબી આંખ લાલ કરી છે. એસીબી દ્વારા હવે અવાર નવાર લાંચીયા પોલીસ કર્મીઓને છટકું ગોઠવીને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે વધુમાં અમદાવાદમાં ફરી 2 લાંચીયા પોલીસકર્મીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમા ACBએ બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી