હિંમતનગરમાં ‘નશેડી’ પોલીસની હિંમત, મુજકો યારો માફ કરના મેં નશે મેં હું…

ખાખી વર્દીને દાગ લગાવતો વીડિયો, નશામાં ધૂત પોલીસકર્મી : SPએ આપ્યા તપાસના આદેશ

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાયદાના અમલની જવાબદારી નીભાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ દારૂના નશામાં અવાર-નવાર ઝડપાયા છે. ત્યારે સાબરકાંઠામાં વધુ એક પોલીસ કર્મચારી નશાની ચકચૂર હાલતમાં ઝડપાયો છે.

મળતી વિગત મુજબ, હિંમતનગરમાં નશામાં ધૂત પોલીસ કર્મીનો Video વાયરલ થયો છે, જેને હિંમતનગરના ન્યાય મંદિરના વિસ્તારનો વીડિયો કહેવામાં આવે છે. જાહેરમાં જ લથડિયા ખાતો પોલીસ જવાન કેમેરામાં કેદ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થતાં જ SPએ તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ પર કાયદેસરની કાર્યવાહી કરવાની કરવામાં આવશે તેવું મીડિયાને જણાવ્યું હતું.

બે દિવસ પહેલા આઇ.સી.ડી.એસ વિભાગના કર્મચારીની દારૂની‌ મહેફિલનો વીડીયો વાઇરલ થયો હતો. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થતાં પ્રશાસન પર સવાલો ઉભા થયા છે. વાયરલ વીડિયામાં જાહેર રોડ પર મદમસ્ત બની પોલીસ કર્મી લથડીયા ખાઇ રહ્યો હતો. જિલ્લામાં દારૂ બંધીના છડેચોક ધજાગરા ઉડ્યા હતા.

તલોદની આઇસીડીએસ કચેરીના ક્લાર્કનો કચેરીમાં જ દારૂની બોટલ અને ગ્લાસ લઇ મહેફીલ માણતો વીડીયો વાયરલ થવાની ઘટનાની શાહી સૂકાઇ નથી એટલામાં બુધવારે બપોરે ન્યાયમંદિર રોડ પર એક પોલીસકર્મી લથડીયા ખાતો હોય તેવો વીડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો.

ભરચક ટ્રાફિકમાં લોકોના ટોળા વળ્યા હતા અને પોલીસકર્મીનો વીડીયો બનાવી કેટલાક લોકોએ જોતજોતામાં વાયરલ કરી દીધો હતો. બીડીવીઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યુ કે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ભરતભાઇ બળેેવા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

ત્યારે આ ઘટના બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસની‌ કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. દારૂપીને લથડીયા ખાતા પોલીસનો તમાસો જોઇને રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કાયદાના રક્ષક જો આવી રીતે દારૂપીને જાહેર રસ્તા પર ધમાલ કરશે, તો સામાન્ય જનતાનું શું તે સવાલ છે.

 119 ,  3