અરવલ્લી: ૭૦,૦૦૦ હેક્ટર થી વધુ જમીનમાં કપાસની વાવણી

અરવલ્લી જિલ્લામાં સારા એવા વરસાદને કારણે એક સપ્તાહમાં જ વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જે રીતે પાછલા ૪ દિવસમાં જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને જોતા આગામી સપ્તાહમાં કપાસનું વાવેતર હજુ ૧ લાખ હેક્ટર જમીનમાં થવાની સંભાવના છે.

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૨૫ મીમીથી વધુ વરસાદ વરસતાં પાકમાં સારો એવો વિકાસ જોવા મળી રહ્યો છે. કુદરતના વ્હાલના કારણે સર્વત્ર હરિયાળી સર્જવવા જઈ રહી છે. તો બીજી તરફ અરવલ્લીમાં રાજસ્થાન અને તેના ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની ધીમી આવક નોંધાઈ છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી