કરનાલમાં થયેલી તોડફોડની ઘટના પાછળ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટોનો હાથ- ખટ્ટરનો દાવો

ખેડૂત આંદોલનની આડમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ફાયદો ઉઠાવવા માંગે છે : ખટ્ટર

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલ જિલ્લાના કૈમલા ગામની અંદર ‘કિસાન મહાપંચાયત’ કાર્યક્રમ સ્તળ ઉપર થયેલી તોડફોડની નિંદા કરી છે. મનોહરલાલ ખટ્ટરે આ ઘટના પાછળ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીનો હાથ હોવોનો આક્ષેપ કરી રહ્યા છે. ખટ્ટરે કહ્યું કે ખેડૂત આંદોલનની આડમાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ફાયદો ઉઠાવવા માંગે છે. સાથે જ તેમણે બીકેયુ નેતા ગુરુનામ ચરુની ઉપર પણ નિશાન સાધ્યું છે.

હરિયાણાના મુખ્યમત્રી મનોહરલાલ ખટ્ટર રવિવારે સાંજે પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા કિસાન મહાપંચાયતના સ્થળ પર તોડફોડ કર્યા બાદ ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે પ્રશાસને શનિવારે પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાત કરી હતી. ત્યારે તેઓ સાંકેતિક વિરોધ માટે માની ગયા હતા. પ્રશાસને તેમના પર ભરોસો કરીને આ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારી કરી હતી. આજે આ કાર્યક્રમમાં 5000થી વધારે લોકો ઉસ્થિત રહ્યા હતા.

તેમણે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ કંઇ કહેવા માંગે, તો તેમાં રોડા ના નાંખવા જે. મને નથી લાગતું કે લોકો બાબાસાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા બંધારણના ઉલ્લંખનને સહન કરશે. કોંગ્રેસે 1975માં લોકશાહીને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે લોકોએ તેમને સત્તામાંથી બહાર ફેંકી દીધા. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરુનામ સિંહ ચરુની ઉપર પણ ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કરનાલની બબાલમાં પોલીસ એક્શન, 71 લોકો પર FIR દાખલ

હરિયાણામાં કરનાલમાં ગત મુખ્યમંત્રી મનોહર ખટ્ટરની સભાવાળી જગ્યા પર થયેલી બબાલ પર હવે એક્શન લેવાઈ રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલામાં 71 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે. આ મામલામાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોના હંગામાના કારણે સીએમ ખટ્ટકને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો.

 40 ,  1